ચોરી:વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી બે બાઇકની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની બે ફરિયાદ આજે દાખલ કરવામાં આવી છે. જેમાં એક બાઇક કારેલીબાગ પાણીની ટાંકી પાસેથી તો બીજુ બાઇક કારેલીબાગના આનંદનગરમાંથી ચોરાયું છે.

શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ અજીતનાથ સોસાયટીમાં રહેતા સ્નેહલભાઇ કનુભાઇ શાહએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોક્સી ભાદરવા ખાતે નોકરી કરે છે. તેઓ ગઇ રાત્રે નોકરી પરત આવ્યા હતા અને ઘર આગળ બાઇક નંબર GJ 06 HQ 6961 પાર્ક કર્યું હતું. જે સવાર સુધીમાં કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો.

અન્ય એક ફરિયાદમાં મૂળ જામનગરના અને વડોદરાની સમતા ચોકી પાસે રાધા રેસીડેન્સીમાં રહેતા પાર્થ વિનયચંદ્ર દુમ્મરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે ગત 28 નવેમ્બરના રોજ તેમની બાઇક નંબર GJ 10 K 4095 તેમના મિત્ર ધવલ ગોહિલ (રહે. આનંદનગર, કારેલીબાગ, વડોદરા) લઇ ગયા હતાં. જ્યાં ધવલે ઘરની બહાર બાઇક પાર્ક કર્યું હતું અને તે રાત્રે ચોરાઇ ગયું હતું. જો કે આ અંગે એક મહિના બાદ એટલા માટે ફરિયાદ કરી છે કારણ કે તેમની પાસે બાઇકનો વીમો ન હતો. પરંતુ આ બાઇકનો કોઇ ગેરઉપયોગ ન થાય તે માટે તેમણે હાલ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...