તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોસ્ટમેનના દસ્તાવેજો ભરેલા બે થેલા - સાઇકલની ઉઠાંતરી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમતા વિસ્તારમાં બેંકમાં ટપાલ આપતી વેળા બનેલો બનાવ
 • 40થી વધુ દસ્તાવેજની ચોરીની સંબંધિત વિભાગને જાણ કરાઈ

સમતા વિસ્તારમાં આકાર કોમ્પ્લેક્સમાં આવેલી એસબીઆઇ બેંકમાં સુભાનપુરા પોસ્ટ ઓફિસના ટપાલી ટપાલ આપવા ગયા ત્યારે તેમની અગત્યના દસ્તાવેજોના થેલા સાથેની બહાર રસ્તા પર મૂકેલી સાઇકલની કોઈએ ચોરી કરી હતી. થેલામાં અગત્યના દસ્તાવેજો હતા.

પાદરાના મુજપુરના રહીશ અને સુભાનપુરા પોસ્ટ ઓફિસમાં ટપાલી તરીકે ફરજ બજાવતા અબ્દુલ ભીખાભાઈ ઘાંચીએ ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે તેઓ પોસ્ટ ઓફિસથી ટપાલ લઇને લીલા કલરના બે થેલામાં મૂકી ગ્રાહકોને ટપાલ વેચવા નીકળ્યા હતા. બપોરના બે વાગે તેઓ સમતા ચાર રસ્તા પાસેના આકાર કોમ્પ્લેક્સની એસબીઆઇ બેંકની આગળ સાઇકલ ઊભી રાખી બેંકમાં ટપાલ આપવા ગયા હતા.

ટપાલ આપી થોડીવારમાં તેઓ બહાર આવ્યા ત્યારે તેમની સાઇકલ ગુમ હતી. તપાસ કરતાં પણ સાઇકલ જોવા મળી ન હતી, સાઇકલમાં તેમણે લીલા કલરના બે થેલા લટકાવેલા હતા. આ થેલાઓમાં અગત્યના દસ્તાવેજો ઉપરાંત તેમનો મોબાઇલ ફોન પણ હતો. તસ્કરોએ 12 હજારની મતાની ચોરી કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઇ છે. થેલામાં પાસપોર્ટનું કવર, એલઆઇસીના કવર, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજો હોવાથી જે તે સંબંધિત વિભાગને પણ ટપાલ વિભાગ દ્વારા આ દસ્તાવેજોની ચોરી થઇ છે તેની જાણ કરાઇ છે અને પોલીસને પણ ટપાલી દ્વારા ડિલિવરી સ્લિપ આપવામાં આવી હતી.

ટપાલીના થેલાઓમાં કયા દસ્તાવેજ હતા?
લીલા કલરના 2 થેલાઓમાં એટીએમના 4 કવર, જન્મ-મરણના દાખલા, એલઆઇસીના 12 કવર, ડ્રાઇવિંગ લાઇસન્સના 3 કવર, આરસી બુકના 2 કવર, ટ્રાફિકના 15 ચલણ, ગવર્ન્મેન્ટ ઓફિસના 3 કવરો,1 કવર પાસપોર્ટનું તથા તેમનો મોબાઈલ ફોન,બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટનું સ્કેનર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો