તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરામાં ATMમાં નાણાં લોડિંગનું કામ કરતા બે ઓપરેટરે 6.45 લાખની ઉચાપત કરી, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને કર્મચારીઓએ નાણાંની ઉચાપત કરી હોવાની કબૂલાત કરી

વડોદરામાં ATM મશીનમાં નાણા લોડિંગ કામ કરતા બે ATM ઓપરેટરોએ કંપનીની જાણ બહાર બારોબાર 6.45 લાખ ઉપરાંતની ઉચાપત કરી હતી. કંપનીના ડેપ્યુટી મેનેજરે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બન્ને કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ડેપ્યુટી મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી
મુંબઈની સિક્યોર વેલ્યુ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની અમદાવાદ શહેરમાં આવેલી શાખાના ડેપ્યુટી મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી કંપની ATMમાં નાણાં લોડિંગ કામ કરે છે, જેમાં ATM ઓપરેટર તરીકે નરેન્દ્ર નટુભાઇ પરમાર(રહે, લાંભવેલ, બાકરોલ રોડ, આણંદ) તથા મેહુલકુમાર રાઠવા (રહે, પોલીસ હેડ ક્વાટર્સ, છાણી જકાતનાકા, વડોદરા) નોકરી કરતા હતા.

12 ATMમાં ઉચાપત થઇ હોવાનું ખુલ્યુ
કંપની દ્વારા જૂન મહિનાનો ઓડિટ કરાવતા જાણવા મળ્યું હતું કે, અલગ-અલગ ATMમાંથી કેટલાક રૂપિયાની ઉચાપત થઇ છે. કુલ 12 ATMમાંથી 6,61,300 રૂપિયાની ઉચાપત બહાર આવતા બંને કર્મચારીઓએ ઉચાપતની કબૂલાત કરી હતી અઅને લેખિત બાહેધરી આપીને 20 હજાર કંપનીમાં પરત જમા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...