ચોર ઝડપાયા:વડોદરાની સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાંથી ACનું કોમ્પ્રેસર ચોરી ભાગેલા બે શખ્સની ધરપકડ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરી મહિનામાં ACના કોમ્પ્રેસરની ચોરી થઇ હતી - Divya Bhaskar
ફેબ્રુઆરી મહિનામાં ACના કોમ્પ્રેસરની ચોરી થઇ હતી
  • પોલીસે એસીનું કેમ્પ્રેસરને જપ્ત કર્યું

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી ગત ફેબ્રુઆરી મહિનામાં ACના કોમ્પ્રેસરની ચોરી થઇ હતી. જેના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

રેલવે પરેડ ગ્રાઉન્ડ પાસેથી બે શખ્સ ઝડપાયા
રાવપુરા પોલીસને બાતમી મળી હતી કે, ચોરીના ACના કોમ્પ્રેસર સાથે બે શખ્સ રિક્ષામાં કુબેરભવનની બાજુમાં રેલવે પરેડ ગ્રાઉન્ડ પાસે રોડ પર ઉભા છે. જેથી પોલીસે બંને શખ્સોને રિક્ષા સાથે ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનું નામ શાકીબ સલિમ મિયા શેખ (રહે. મચ્છીપીઠ, રાવપુરા, વડોદરા) અને અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ મુસ્તાકભાઇ (રહે. મચ્છીપીઠ, રાવપુરા, વડોદરા)ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ કોમ્પ્રેસર તેમણે સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાંથી ગત ફેબ્રુઆરી મહિનામાં ચોર્યું હોવાનું જણાવ્યું હતું.

એસીનું કેમ્પ્રેસરને જપ્ત
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રીક્ષા અને ચોરી કરેલ એસીનું કેમ્પ્રેસરને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...