તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસ કમિશનરનું ફેક પ્રોફાઈલ બનાવનારા 2 દિલ્હીથી પકડાયા, પકડાયેલા બંને ભેજાબાજોની આકરી પૂછપરછ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેજાબાજોનું પગેરું દબાવી પોલીસ દિલ્હી પહોંચી

શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવનારા 2 ભેજાબાજને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી દબોચી લીધા હતા. પોલીસ કમિશનરે સોશિયલ મિડીયામાં આ બાબતે પોસ્ટ કરીને પોતાની ફેક પ્રોફાઇલ બનાવનારાને પોલીસે પકડી લીધા હોવાની જાણકારી આપી હતી.

ગત શનિવારે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી કોઇએ ફેક પ્રોફાઇલ બનાવી લીધું હતું અને શહેરમાં લોકોને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે સમગ્ર મામલો ખુદ સીપી શમશેર સિંગના ધ્યાનમાં આવતાં તેમણે આ ફેક પ્રોફાઇલ ડિએક્ટિવેટ કરાવ્યું હતું અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા જણાવ્યું હતું. સાઇબર ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમોએ ત્વરીત તપાસ કરીને ગઠિયાને ઓળખી પણ લીધો હતો.

સીપી શમશેર સિંગે જાતે જ સોશિયલ મીડિયામાં આ બાબતે પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી અને આ પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તે એક્સેપ્ટ ન કરવા તેમજ ફેક પ્રોફાઇલ બનાવનારાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. દરમિયાન, સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં ફેક પ્રોફાઇલ બનાવનારા 2 ભેજાબાજ દિલ્હીમાં હોવાનું જણાતા પોલીસની ટીમ દિલ્હી ખાતે પહોંચી બંને શખ્સને દબોચી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.

બીજા કેટલા ફેક પ્રોફાઇલ બનાવ્યા? તપાસ શરૂ
પોલીસ કમિશનરની ફેક પ્રોફાઇલ બનાવનાર બંને ભેજાબાજોની પોલીસ પુછપરછ કરી રહી છે અને આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી છે કે કેમ તથા અત્યાર સુધી બંનેએ આ પ્રકારે કેટલા ખ્યાતનામ કે સામાન્ય લોકોની ફેક પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી પૈસાની માંગ કરી છે તે સહિતના મુદ્દા પર ઝીણવટભરી તપાસ શરુ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો