તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સટ્ટો ઝડપાયો:વડોદરામાં ભાડાના મકાનમાં ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન અને હોબાર્ટ વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા બે ઝડપાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 85 હજારથી વધુની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બ્રિસ્બેન અને હોબાર્ટ વચ્ચેની ક્રિકેટ મેચ પર એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન સટ્ટો રમાડતા બે સટ્ટોડિયાઓને SOG પોલીસે ચોક્કસ માહિતીના આધારે આજવા રોડ પર દરોડો પાડીને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે 85 હજાર રૂપિયાથી વધુની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમ પાર્ટી પ્લોટ પાસે મકાન ભાડે રાખીને સટ્ટો રમાડતા હતા
વડોદરા શહેર SOG પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ(રહે, કૃષ્ણપુરી સોસાયટી, જૈન મંદિર પાસે, માંજલપુર, વડોદરા) અને કૃણાલ ઉર્ફે અંકિત માછી (રહે, હરિકૃષ્ણ ટાઉનશીપ સયાજી પાર્ક, વડોદરા) આજવા રોડ પર આવેલ પંચમ પાર્ટી પ્લોટ પાસે મકાન ભાડે રાખી હાલમાં ચાલી રહેલી બ્રિસ્બેન અને હોબાર્ટ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી રિતેશ અને કૃણાલને ઝડપી પાડ્યા હતા.

એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો
ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવા માટે તેમણે બોમ્બેના બુકી રાજા નામના વ્યક્તિ પાસેથી એપ્લિકેશન ખરીદી તેના ઉપર ક્રિકેટ સટ્ટો ચાલતો હતો. પોલીસે મકાનમાંથી ટીવી, 9 નંગ મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 29100, નોટબુક, બોલપેન વિગેરે મળી 85100ની મત્તા કબજે કરી હતી. જ્યારે બોમ્બે ના રાજા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બનાવ સંદર્ભે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો