કાર્યવાહી:હરણી રોડ પર કારમાં IPLનો સટ્ટો રમાડતા બેની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીની ટીમે મોબાઇલ પર જાહેર માર્ગ પર સટ્ટો રમાડી રહેલા બે શખ્સ પાસેથી રૂા. 3.89 લાખનો મુદામાલ જપ્ત કર્યો

શહેરના હરણી રોડ વિસ્તારમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતાં બે જણાંની એલસીબીએ ધરપકડ કરી હતી. એલસીબીએ ઝડપાયેલા બે લોકો પાસેથી રૂા.3,89,165નો મુદામાલ જપ્ત કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-04ના જણાવ્યા મુજબ હરણી રોડ વિસ્તારમાં બાલાજી પેટ્રોલ પંપ પાસે જાહેરમાં ટુ-વ્હીલર પર બેસી હાથમાં મોબાઈલ લઇને બે વ્યક્તિો એપ્લિકેશન થકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હતા.બંનેની અટક કરતાં પોતાનું નામ સામંત નાનુભાઈ વરૂ (રાજેશ્વર ગોલ્ડ, હરણી) અને તેનો મિત્ર રાકેશ સુભાષભાઈ ભટ્ટ (સવાદ ક્વાર્ટર્સ, હરણી-વારસિયા રિંગ રોડ) કાર સાથે ઝડપાયા હતા. તેમની પાસેથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી.

આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી પોલીસે બંને પાસેથી રૂા.3,89,165 નો મુદામાલ જપ્ત કર્યો હતો. બંનેને મનોજ ઉર્ફે મનીષે (સવાદ ક્વાર્ટર્સ, વડોદરા શહેર) દ્વારા સટ્ટા માટેનો નંબર આપવામાં આવ્યો હતો તેવું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. મનોજને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

દૂધવાળા મહોલ્લા પાસે સટ્ટો રમાતો હતો
શહેરના દૂધવાલા મહોલ્લા પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં શખ્સની ઝોન-3 એલસીબીએ ધરપકડ કરી હતી. શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દૂધવાલા મહોલ્લા પાસે મિલન આમલેટની લારી પાસે અંકિત પટેલ પોતાના મોબાઈલમાં આઈડી રાખી ટેબલ ઉપર બેસી મોબાઈલ ફોન ઉપર આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. તેના મોબાઈલ ફોન સહિત રૂા.10 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...