સમસ્યા:USના વિઝા માટે અઢી વર્ષનું વેઇટિંગ, 15 હજારથી વધુ લોકોની હાલત કફોડી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માર્ચ-2020માં બંધ થયેલાં ઇન્ટર્વ્યૂ ગત 1 સપ્ટેમ્બરથી શરૂ કરાયાં

શહેર જિલ્લા અને આસપાસના 15 હજાર ઉપરાંત લોકો અમેરિકા જવા વિઝિટર વિઝાની એપોઈન્ટમેન્ટની રાહ જોઈને બેઠા છે ત્યારે મુંબઈ ખાતેની અમેરિકન એમ્બેસીમાં અઢી વર્ષ બાદની એપોઇન્ટમેન્ટ અપાતાં અમેરિકા જવા માગતા લોકોની હાલત કફોડી બની છે.

અમેરિકામાં વસતા કે અભ્યાસ કરતા પુત્ર-પુત્રીના અભ્યાસ બાદ કોન્વોકેશન, પારિવારિક લગ્ન કે કોઈ અન્ય શુભ પ્રસંગ કે સગાની ગંભીર બીમારી કે મોતના સમયે કે પછી ફરવા અમેરિકા જવા માગતા લોકો માટે જરૂરી ડિજિટલ વિઝા મેળવવા એમ્બેસીમાંથી અગાઉ એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે, જેના બાદ ફિંગરપ્રિન્ટ થાય અને રૂબરૂ ઇન્ટરવ્યૂ થયા બાદ વિઝા મળતા હોય છે.

પરંતુ માર્ચ-2020માં કોરોના સમયે ભારતમાં આવેલી તમામ અમેરિકન એમ્બેસી દ્વારા વિઝા ઇન્ટરવ્યૂ બંધ કરાયાં હતાં, જે માર્ચ-2022માં માત્ર સ્ટુડન્ટ માટે ચાલુ કરાયા હતા અને ટુરિસ્ટ અને વિઝિટર વિઝા હાલમાં 1લી સપ્ટેમ્બરથી જ રૂબરૂ ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા છે.

જોકે હાલમાં નવી વિઝા એપોઇન્ટમેન્ટ લેનાર માટે મુંબઈ એમ્બેસી ખાતે 752 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળે છે, જેના કારણે 15 હજાર ઉપરાંત લોકો કે જેમણે વિઝા માટેની અરજી કરી છે તેમની હાલત કફોડી બની છે. આવા લોકોએ ટ્રાવેલ એજન્ટ મારફતે વિઝા અરજી માટે રૂા.13,500 ફી પણ ભરી દીધી છે. જોકે એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ જલ્દી મળતી નહિ હોવાથી એજન્ટો પણ લાચાર છે.

એમ્બેસીમાં સ્ટાફ વધે તો સમસ્યા હલ થાય
શહેરના પ્રીતિ ટુર્સ એન્ડ ટ્રાવેલના ઉમેશ દેસાઈએ જણાવ્યું છે કે, હાલમાં હજારો લોકો વિઝા એપોઇન્ટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. આ લોકોની સંખ્યા 15 હજાર જેટલી હશે. જોકે કોરોનાકાળના બેકલોગને કારણે 2024ની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. ટુરિસ્ટ, વિઝિટરમાં લાંબું વેઇટિંગ છે, સ્ટુડન્ટ માટે એપોઇન્ટમેન્ટ જલ્દી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...