નવુ પર્યટન સ્થળ:વડોદરાની બે સાહસિક મહિલાઓએ સ્ટાર્ટઅપ અભિયાનના ભાગરૂપે એડવેન્ચરયુરા પાર્ક શરૂ કર્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના અને આસપાસના લોકોને ઘર આંગણે મનોરંજન પૂરું પાડશે

દેશ-વિદેશમાં ફરેલી વડોદરાની બે સાહસિક મહિલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપના અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર તથા આસપાસના જિલ્લાઓના લોકોને મનોરંજન મળી રહે તેવા આશય સાથે વડોદરાના છેવાડે એડવેન્ચર યુરા પાર્કની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્ક 70 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે વડોદરાના અને તેની આસપાસના નાના બાળકોથી લઇને મોટા લોકોને ઘર આંગણે મનોરંજન પૂરું પાડશે.

પૂનમ અને ઇશાનીએ જણાવ્યું હતું કે, આ એડવેન્ચરયુરા ફેમિલી પ્લે પાર્કનો વડોદરામાં સેવાસી 30 મીટર કેનાલ રિંગરોડ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. 70 હજાર ચોરસ ફુટના વિશાળ એરીયામાં ફેલાયેલું એડવેન્ચયુરા પાર્ક એક વિશેષ આકર્ષણ ધરાવે છે. જેમાં મનોરંજક પ્રવૃત્તિઓ ફન, ઇટ, પાર્ટીની મજા માણી શકશો. જે નાના બાળકોથી સિનિયર સિટીઝન સુધીના વિવિધ ઉંમરના લોકો માટે મનોરંજનથી ભરપૂર ઇવેન્ટ યોજવામાં આવનાર છે.

એડવેન્ચુરાના આયોજકોએ જણાવ્યું હતું કે, અમે વિશ્વભરમાં વિવિધ થીમ પાર્ક, ફન પાર્કમાં મુલાકાત કર્યાં બાદ એડવેન્ચયુરાનું વડોદરામાં શરૂ કરવાનું સાહસ કર્યું છે અને વડોદરાવાસીઓને વિશ્વકક્ષાનું ફન-એડવેન્ચર મળી શકે તે માટે પાર્કનું આયોજન કર્યું છે. એડવેન્ચયુરામાં વિશાળ પાર્કિંગની સુવિધા છે. બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, ગેટ ટુ ગેધર જેવી ઇવેન્ટ કરી શકાય તેવો બેન્ક્વેટ હોલ તથા રેસ્ટોરેન્ટ જેવી સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત લોન એરીયા 7 હજાર ચોરસ ફૂટ રિફ્યુલ તથા ભારતનું સૌથી મોટું ઈન્ડોર ઈન્ફલેટેબલ જમ્પ પાર્ક, સિમ્યુલેટેડ ક્રિકેટ પીચ, બનજી રોકેટ ઈન્જેક્ટર, લંડન બસ ટોય ટ્રેન, રિમોટથી ચાલતી કાર ,બનજી ટ્રેમ્પોલિન્સ તથા આર્કેડ રમતો ઉપલબ્ધ છે. જે એક ફેમિલીને વન ડે પિકનિક માટે પર્યાપ્ત છે. એડવેન્ચર યુરામાં ટૂંક સમયમાં સેન્ટર સ્ટેજ રેસ્ટોરન્ટ, 4થી 12 વર્ષના બાળકો માટે સોફ્ટ પ્લે, 4 વર્ષની નીચેના બાળકો માટે ટોડલર ઝોન, બંપર ગો-કાટ્સ, શૂટિંગ રેંજ, ક્લાઇમ્બીંગ વોલ,કેન્ડી હાઉસ જેવી રમતો શરૂ કરવાનું આયોજન છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા અને તેની આસપાસના શહેરો અને ગામડાના ફરવાના શોખીનો માટે વડોદરાના કમાટીબાગ સિવાય બીજું કોઇ પાર્ક નથી. ત્યારે વડોદરાના છેવાડે બનેલા આ એડવેન્ચયુરા પાર્ક ફરવાના શોખીનો માટે નવું સ્થળ મળશે.

અન્ય સમાચારો પણ છે...