ધરપકડ:ચાંદોદમાં ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

ચાંદોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડીની છતમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડેલો હતો : ત્રીજા આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરાઈ

ચાંદોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અકોટી ચેકપોસ્ટ પરથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઇ આર.એમ ચૌહાણ તથા સ્ટાફે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજા આરોપીની ધરપકડની તજવીજ સાથે કાનૂની કાર્યવાહી હાથ ધરાઇ છે. શનિવારે રાત્રે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ જવાનો નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તિલકવાડા તરફથી એક સિલ્વર કલરની મેક્સી કેબ GJO3 W 5669 નંબરની ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પસાર થનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

જે આધારે પી.એસ.આઇ તેમજ સ્ટાફે માહિતી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી થોભાવી સઘન તપાસ આદરી હતી. ગાડીની સીલીંગના ભાગમાં ચોરખાનુ બનાવી તેમાં સંતાડેલો ભારતીય બનાવટ ની જુદી-જુદી બ્રાન્ડની 1,20,400ની કિંમતની 316 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આરીફ હાસમભાઇ જુણાય (સંધી) રહે, ભગવતી પરા નદીકાંઠે આશાબા પીરની દરગાહ પાસે, રાજકોટ, શબ્બીરભાઈ હારૂનભાઇ ખીરા (સુમરા) રહે, પોપટ પરા સેન્ટ્રલ જેલની પાછળ 53, ક્વાટર્સ, રાજકોટને ઝડપી પાડ્યા હતા.

અંગ જડતી કરતા મોબાઈલ નંગ 1 કિંમત 500 તથા ગુનામાં પકડાયેલ ગાડી કિંમત 2 લાખ મળી કુલ 3,20,900ની કિંમતના મુદ્દામાલ સાથે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન અને ગણનાપાત્રનો કેસ એક્ટ 65 એઇ, 81,83, 98(2) મુજબનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ત્રીજા આરોપી કોનેલ મોટાણી રહે, બજરંગવાડી પોલીસ ચોકી સામે, રાજકોટ ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...