ક્રાઇમ:વેપારીની હત્યામાં બે આરોપી રિમાન્ડ પર, બાઇક જપ્ત કરાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૈલાસનાથ અને બેટરી વેચવા આવેલા 2 યુવકે હત્યારાની ઓળખ કરી

ચોરીની બેટરી ખરીદવાની શંકા રાખી સાળા બનેવીનું અપહરણ કરી ગોંધી રાખી માર મારી બનેવીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે હરણી પોલીસે ગણતરીના સમયમાં ચારે ભરવાડ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં આરોપીઓની ઓળખ ફરિયાદી અને અન્ય લોકોએ કરી હતી પાછળ થી ઝડપાયેલા બે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

હરણી પોલીસ મથકના પીઆઈ સંદીપ વેકરીયા દ્વારા ગઈકાલે ફરિયાદીને હાજર રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અપહરણના સ્થળથી માંડી જે ફાર્મ હાઉસમાં બંને ને ગોંધી રાખવામા આવ્યા હતા ત્યાં લઈ જવાયા હતા ત્યાંથી હત્યાનો ભોગ બનેલા રાજુનાથે પહેરેલું શર્ટ કબ્જે કર્યું હતું.

પોલીસે આજે બંને આરોપી મેહુલ તોગા ભરવાડ અને નિલેશ ઘેલા ભરવાડની ઓળખ પરેડ કરાવી હતી જેમાં ફરિયાદી કૈલાશનાથ અને બેટરી વેચવા આવેલા બંને યુવકોએ હત્યારાઓની ઓળખ કરી હતી. બાદમાં અદાલત સમક્ષ બંનેને રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને ફરિયાદીનું 164 મુજબ નું નિવેદન પણ લેવાયું હતુ. પોલીસે સહ આરોપીઓ દ્વારા અપહરણ અને હત્યામાં વપરાયેલું એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પણ કબ્જે કરી આગળ ની તપાસ પોલીસે હાથધરી છે.બનાવમાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...