છેતરપિંડી:વડોદરામાં કાર ભાડે લઇને બે ભેજાબાજોએ બારોબાર વેચી કે ગીરવે મૂકીને રૂ. 17 હજારની ઠગાઈ કરી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
પાણીગેટ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • પોલીસે બંને ભોજબાજ વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી શ્રીજી ધામ અને સૂર્ય નગર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિએ ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દીધી હોય અથવા ગીરવે મૂકી વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી સાથે રૂ.17,000ની ઠગાઇ કર્યાંની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે બંને ભોજબાજ વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

એક મહિનાનું ભાડું 17 હજાર નક્કી કર્યું હતું
વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી રાહુલ વિજય બારીયાએ પોતાના ઉપયોગ માટે ખરીદ કરેલી ઇકો ગાડી ભાડે લઈ ફેરવવા અંગે વાઘોડિયા રોડના શ્રીજી ધામ સોસાયટીના વિરલ અરવિંદ પટેલ અને સૂર્ય નગર સોસાયટીના દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ દ્વારા માગવામાં આવી હતી અને એક મહિનાનું ભાડું 20,000 નક્કી કર્યું હતું .તે બાદ એક મહિનાનું રૂપિયા 17000 ભાડું આપવાનું નક્કી થયું હતું.

વિશ્વાસ રાખી એક મહિના સુધી ભાડું ચૂકવ્યું નહીં
દરમિયાન વિરલ પટેલ અને દિવ્યરાજ ચૌહાણે નુરપુરી ગામના રાહુલ બારીયાને વિશ્વાસ રાખી એક મહિના સુધી ભાડું ચૂકવ્યું નહીં અને ઈકોગાડી બારોબાર વેચી દીધી હોય અથવા કોઈ જગ્યાએ ગીરવે મૂકી છેતરપિંડી કરી હતી. જેથી બનાવ અંગે રાહુલભાઈએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ અરવિંદ પટેલ અને દિવ્યરાજ વિજયસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...