તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું વઘતુ સંક્રમણ:વડોદરામાં તહેવારોમાં ફરેલા યુવાઓમાં 80 દિવસમાં બમણું સંક્રમણ, સંક્રમિત થયેલા 21થી 30 વર્ષના યુવાનોમાં 108%નો વધારો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સપ્ટેમ્બર પહેલાં અન્ય રોગ ધરાવતા વૃદ્ધો વધુ સપડાયા હતા

વડોદરામાં માર્ચના ત્રીજા અઠવાડિયાથી શરૂ થયેલા કોરોનાની ત્રણેક માસમાં સૌથી વધુ અસર યુવાનોમાં જોવા મળી છે. ગત 80 દિવસમાં સંક્રમણમાં સપડાયેલા યુવકો (21 વર્ષથી 30 વર્ષની વયજૂથમાં) 108 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે દર્દીઓની સંખ્યા બમણાથી પણ વધુ વધી છે. જોકે આ યુવાનોમાં માત્ર કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા લોકોની સંખ્યા 8 મહિનામાં માત્ર 4ની જ છે. 80 દિવસમાં આ વયજૂથના યુવાનો પૈકી સરકારી હોસ્પિટલમાં 10% એ જ સારવાર લીધી છે. સંક્રમણની અસર ઓછી થવાથી હોમ આઇસોલેશન અને ખાનગી હોસ્પિટલોમાં જ ગયા હોવાનું સરકારી હોસ્પિટલના કોરોના ઓફિસરોએ જણાવ્યું હતું.

વડોદરામાં સપ્ટેમ્બરની 13મીથી 2 ડિસેમ્બરના 80 દિવસના 21થી 30ની વયજૂથના ડેટાનો અભ્યાસ કરતાં 13 સપ્ટેમ્બરે 1363 દર્દીઓ નોંધાયા હતા, જેનો આંક 2 ડિસેમ્બરે વધીને 2839 પર પહોંચી ગયો હતો. આ બાબત માટે તંત્ર દ્વારા નવરાત્રીથી દિવાળી દરમિયાન બજારો અને રસ્તા પર સ્થિતિમાં વધુ અંકુશ મૂક્યો ન હતો, તેમ તજ્જ્ઞોનું કહેવું છે.જુલાઇના ડેટા મુજબ 51થી 60 વર્ષના કોરોનાના દર્દીની સંખ્યા 747 હતી, જ્યારે 31થી 40 વર્ષની વચ્ચેના 548 અને 41થી 50 વર્ષના દર્દી 672 જ હતા. તે સમયે 51થી 60 વર્ષની વયજૂથમાં ડાયાબિટીસ, કિડની, હાઇપર ટેન્શન જેવી બીમારીથી પીડાતા દર્દી વધુ આવતા હતા. ત્યારબાદ આવા દર્દીઓએ વધુ સાવચેતી લેતાં તેમનામાં કોરોના ઘટ્યો.

જોકે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં આવેલા દર્દીઓમાં 21થી 40 વર્ષના દર્દી વધ્યા છે પણ તેમને કોઇ કોમોર્બિડ સ્થિતિ નથી. પરિણામે તેઓ વધુ બિન્ધાસ્ત થઇ બહાર ફરતા થયા છે. આ ઉપરાંત આ વયજૂથમાં હજી સુધી માત્ર કોરોનાથી 12 લોકોનાં જ મોત નિપજ્યાં છે.

દિવાળી બાદ 18 દિવસમાં જ 12 ટકા જેટલા કેસો વધ્યા
દિવાળી બાદ 16 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં કેસો વધ્યા છે. આ 18 દિવસમાં કુલ કેસની સંખ્યા 16,456થી વધીને 18,360 થઈ છે. એટલે 12 ટકાનો વધારો આ દિવસોમાં નોંધાયો છે. જ્યારે હોમ ક્વોરન્ટાઇન લોકો પણ 2109થી વધીને 4909 થઇ ગયા છે.

કઇ તારીખે કેટલા પોઝિટિવ?

વયજૂથ13 સપ્ટેમ્બર2 ડિસેમ્બર
21થી 30 વર્ષ13632839
31થી40 વર્ષ17723490
41થી50 વર્ષ18863576

તજ્જ્ઞો શું કહે છે ?, વૃદ્ધો અને કો-મોર્બિડ સાવચેત થઇ ગયા, હવે યંગસ્ટર્સનો જ વારો આવે
અગાઉ જેટલા વૃદ્ધોને કોરોના થવાનો હતો તે થઇ ગયો, હવે બાકી વધ્યા યંગસ્ટર્સ, જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેમને કોરોના થશે. કોરોનાનું જોખમ તમામ લોકોને એક સરખું નથી.- ડો. વિહંગ મજમુદાર, કોરોના એડવાઇઝર

આ દિવસોમાં યુવકો રેસ્ટોરન્ટમાં, જાહેર સ્થળે વધુ ગયા છે. જ્યારે વધુ વયના લોકોએ ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. જેથી કેસ વધ્યા ત્યારે યુવકો વધુ સપડાય તે સ્વાભાવિક હતું. - ડો. શીતલ મિસ્ત્રી, એડ. ઓફિસર, ગોત્રી કોરોના હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો