દુર્ઘટના:તબીબના ઘરમાં આગથી ટીવી, કમ્પ્યૂટર, પંખા, પુસ્તકો ખાખ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂ સમા રોડ પરના નંદનવન સોસાયટીના ઘરમાં શોર્ટ સર્કિટ
  • આગ કાબૂમાં આવતાં પુસ્તકો ભરેલા 3 પૈકી 2 કબાટ બચ્યા

શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા તબીબના મકાનમાં આગ લાગતા કમ્પ્યૂટર સહિતનાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને પુસ્તક ભરેલું કબાટ સળગી ગયું હતું. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ડો.સુરેન્દ્ર નારાયણ સિંહના મકાનના ઉપરના માળે ધુમાડા નીકળતાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર આવી ઉપરના માળે રૂમમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ઉપરના માળે રાખેલા કમ્પ્યૂટર, ટીવી અને પંખા સહિતની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બળી ગયાં હતાં.

જ્યારે ત્યાં રાખેલાં પુસ્તકો ભરેલાં 3 કબાટ પૈકી એક કબાટ બળીને ખાખ થયું હતું, જ્યારે અન્ય બે કબાટને બચાવી લેવાયાં હતાં. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં હાશકારો થયો હતો. ફાયરબ્રિગેડના કર્મચારી જાલમસિંહ ડામોરના જણાવ્યા અનુસાર મકાન તબીબનું હતું અને તેઓના ઉપરના માળે પુસ્તકો ભરેલા કબાટ હતા આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...