• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Tuition Class Administrators In Vadodara Told OSD: 'Don't Incite Teachers And Family To Commit Suicide, Aren't Political religious Programs Responsible For Corona?

આક્રોશ:વડોદરામાં ટ્યુશન ક્લાસ સંચાલકોએ OSDને કહ્યું: 'શિક્ષક અને પરિવારને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના નિમિત્ત ના બનશો, શું કોરોના માટે રાજકીય-ધાર્મિક કાર્યક્રમો જવાબદાર નથી?

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માગ સાથે સંચાલકોએ OSD વિનોદ રાવને આવેદન પત્ર આપ્યું હતું - Divya Bhaskar
વડોદરામાં ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માગ સાથે સંચાલકોએ OSD વિનોદ રાવને આવેદન પત્ર આપ્યું હતું
  • શિક્ષક અને તેના પરિવારને આપઘાત કરવાનો વખત આવશે અને તેના માટે તંત્ર જવાબદાર રહેશે

બરોડા એકેડેમિક એસોસિયેશનની આગેવાનીમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ વડોદરા કોવિડ પ્રભારી ડો. વિનોદ રાવને ક્લાસીસ બંધ કરવા મુદ્દે આક્રોશ દર્શાવીને ઉગ્ર રજૂઆત કરી હતી. ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ જણાવ્યું કે, શિક્ષક અને તેમના પરિવારને આત્મહત્યા માટે દુષ્પ્રેણાના નિમિત્ત ન બનશો.

ટ્યુશન ક્લાસ ચાલુ રાખવાની મંજૂરી આપવા માગ કરી
બરોડા એકેડેમિક એસોસિએશનની આગેવાનીમાં ટ્યુશન સંચાલકોએ કોરોનાના કારણે બંધ કરાવવામાં આવેલા ટ્યુશન ક્લાસ ચાલુ રાખવાની મંજૂરી આપવાની માગ સાથે વડોદરા શહેર-જિલ્લાના કોરોના ફરજ પરના ખાસ અધિકારી(OSD) ડો. વિનોદ રાવને રજૂઆત કરી હતી.

શું કોરોના માટે ક્લાસીસ જવાબદાર છે. રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો નહીં?
ડો. વિનોદ રાવને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન પ્રદાન કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવા કાર્યરત રહે છે. તાજેતરમાં ફરી કોવિડ પરિસ્થિતિ વણસતા તંત્રએ ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ ક્લાસીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શું કોરોના માટે ક્લાસીસ જવાબદાર છે. રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો નહીં? તેવા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની વ્યથા રજૂ કરી હતી
ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની વ્યથા રજૂ કરી હતી

ટ્યુશન સંચાલકોને હેરાનગતિ કરીને દુષ્પ્રેરણાના નિમિત્ત ના બનશો
વધુમાં જણાવ્યું છે કે, ટ્યુશન સંચાલકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરે છે અને તેથી વાલીઓ ભરોસો રાખી વિદ્યાર્થીઓને ભણવા મોકલે છે. વારંવાર ટ્યુશન સંચાલકોને હેરાનગતિ કરીને શિક્ષક અને તેમના પરિવારને આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણાના નિમિત્ત ના બનશો.

નાછૂટકે શિક્ષક અને તેના પરિવારને આપઘાત કરવાનો વખત આવશે
એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે, ટ્યુશન ક્લાસ બંધ થવાને કારણે સંચાલકોની હાલત કફોડી બની જશે. ટ્યુશન સંચાલકોનું પરિવારનું ગુજરાન માત્રને માત્ર ટ્યુશન ક્લાસ ઉપર ચાલે છે, ત્યારે ટ્યુશન ક્લાસ બંધ કરાવી દેવામાં આવશે, તો નાછૂટકે શિક્ષક અને તેના પરિવારને આપઘાત કરવાનો વખત આવશે અને આપઘાત માટે બીજું કોઈ નહીં પરંતુ તંત્ર જવાબદાર રહેશે.