• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ttire Was Found In The House Of A Security Guard Who Was Caught With The Victim's Bicycle, Another Was Sold In The Wreckage, Police Detained Another Security Guard.

વડોદરા ગેંગરેપ:પીડિતાની સાઇકલ સાથે પકડાયેલા સિક્યોરિટી ગાર્ડના ઘરમાંથી એક ટાયર મળ્યું, બીજું ભંગારમાં વેચી દીધું, પોલીસે બીજા સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરી

વડોદરા8 દિવસ પહેલા
પોલીસે બંને સિક્યોરિટી ગાર્ડની સઘન પૂછપરછ શરૂ કરી છે.
  • બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે ટાયરો કાઢેલી સાઇકલ સંતાડી દીધી હતી
  • પોલીસે બંને સિક્યોરિટી ગાર્ડનાં કપડાં જપ્ત કર્યાં, તપાસ માટે FSLમાં મોકલશે
  • દુષ્કર્મીઓનો ભેદ ઉકેલવા પોલીસે બંને ​​​​સિક્યોરિટી ગાર્ડની સઘન પૂછપરછ શરૂ કરી

વડોદરા ગેંગરેપ કેસમાં પોલીસે વધુ એક સિક્યોરિટી ગાર્ડ કમલેશ રાઠવાની અટકાયત કરી છે. તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ પહેલાં પીડિતાની સાઇકલ સાથે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે બંને સિક્યોરિટી ગાર્ડની સઘન પૂછપરછ શરૂ કરી છે અને બંનેનાં કપડાં પણ જપ્ત કર્યાં છે, જેને તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવશે.

સર્ચ દરમિયાન સાઇકલનું ટાયર ઘરમાંથી મળી આવ્યું
રેલવે LCB પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાઇકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું હતું. પીડિતાની સાઇકલનાં બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યાં હતાં. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના ત્રણ થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા છે, જેની FSL તપાસ કરાવવામાં આવશે.

બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે ટાયરો કાઢેલી સાઇકલ સંતાડી દીધી હતી.
બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે ટાયરો કાઢેલી સાઇકલ સંતાડી દીધી હતી.

સિક્યોરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે માહિતી મળી શકે છે
દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ થયેલી સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી હતી. ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યોરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો હતો અને તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ જ હોવાનું ખૂલ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળી શકે છે. મોડી રાતથી પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી.

સિક્યોરિટી ગાર્ડ એમ.ડી સિક્યોરિટીમાં કામ કરે છે
એલસીબીની ટીમે બાતમીના આધારે મલ્હાર પોઇન્ટથી ડાબી તરફના રસ્તે ગેઇલની ઓફિસની બાજુમાં આવેલી સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં છુપાવેલી પીડિતાની સાઇકલ મળી આવી હતી. તપાસમાં બંગલાની પાસેના મકાનમાં પરિવાર સાથે રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે એટલાન્ટિક બિલ્ડિંગમાં કામ કરતા મહેશ રાઠવાની સંડોવણી જણાઇ આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. મહેશ રાઠવા એમ.ડી સિક્યોરિટીમાં કામ કરે છે.

એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે
એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે

વેક્સિન મેદાન પાસેથી સાઇકલ મળી હતી
મહેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી આવી હતી અને ત્યાર બાદ તેણે આ બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાખ્યાં હતાં, જેથી પોલીસે ઘટનાસ્થળે વીડિયોગ્રાફી કરીને પંચનામું કર્યું હતું.

ઘટનાના 25 દિવસ બાદ પીડિતાની સાઇકલ મળી
સાઇકલની ખરાઇ કરાવતાં પીડિતાની બહેનપણીએ કરેલા વર્ણન મુજબની જ સાઇકલ હોવાનું પુરવાર થયું હતું, જેથી ઘટનાના 25 દિવસ બાદ પીડિતાની સાઇકલ શોધવામાં પોલીસને પહેલી સફળતા મળી હતી. પીડિતાને તેણે જોયા હતા કે કેમ અને ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દા પર પોલીસે ઊડી તપાસ શું કરી હતી.

પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘે આ રજૂઆતો બાબતે વિસ્તૃત તપાસ એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણને સોંપી છે
પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘે આ રજૂઆતો બાબતે વિસ્તૃત તપાસ એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણને સોંપી છે

ઓએસિસ સામેના આરોપોની તપાસ એસીપીને સોંપાઇ
દુષ્કર્મ બાદ ઓએસિસ સંસ્થાને સમગ્ર કેસમાં જાણ હોવા છતાં પોલીસ અને પીડિતાના પરિવારને જાણ કરાઇ ના હોવાના આરોપ થતાં તેને ધ્યાનમાં લઇને તથા શહેરના કેટલાક નાગરિકો તથા સંસ્થાઓએ પણ પોલીસ કમિશનરને સંસ્થાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક રદ કરવા રજૂઆત કરી હતી, જેથી પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘે આ રજૂઆતો બાબતે વિસ્તૃત તપાસ એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણને સોંપી હતી.

1.50 લાખ ફોન નંબર તપાસી 250 અલગ તારવ્યા
વડોદરા શહેર પોલીસે પીડિતાના ઘર પાસેના મોબાઇલ ટાવરનો ડેટા મેળવી દોઢ લાખથી વધારે ફોન નંબરોની તપાસ કરી શંકાસ્પદ 250 નંબરો કાઢી વેરિફાઇ કરાયા હતા. હજુ પણ ટેક્નિકલ ડેટાના વેરિફિકેશનની કામગીરી ચાલુ છે. સંસ્થાના કર્મચારીઓ મોબાઇલ એપ દ્વારા રિક્ષા મગાવતા હોવાથી એની કંપનીની રિક્ષાનો ડેટા મેળવી નિર્ભય સવારીનો ડેટા મેળવી 500થી વધુ રિક્ષાચાલકોને વેરિફાઇ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...