તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મેયર ફંડમાંથી આરોગ્ય સહાય અપાવી લાભ ખાટવાનો પ્રયાસ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેટરે પોતે સહાય આપી હોવાનો દેખાડો કર્યો

હૃદય રોગના દર્દીઓને મેયર ફંડમાંથી 50 હજારની સહાય ચુકવવામાં આવે છે ત્યારે ગોત્રી વિસ્તારના એક દર્દીને સ્થાનિક કોર્પોરેટરે પોતાની સહાયમાંથી ચેક આપ્યો હતો ત્યારે તેને મેયર ફંડમાંથી અપાયેલો ચેક કોર્પોરેટરે પોતાની અંગત પબ્લિસિટી માટે બતાવ્યો હોવાનો આક્ષેપ સાથેનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ મોરચે વિવાદ સર્જાયો હતો.મેયર ફંડમાંથી ચાર લોકોને આવી આર્થિક સહાય મેયરના હસ્તે બે દિવસ અગાઉ અપાઇ હતી. વોર્ડ નંબર 10 માં રહેતા એક વૃદ્ધ નાગરિક ના એકના એક દીકરાની સારવાર પેટે ખર્ચો મોટો થયો હતો અને તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સ્થાનિક કોર્પોરેટર નિતીન દોંગાએ તેમની ભલામણ મેયર ફંડમાંથી ચૂકવવા માટે કરી હતી જે અંતર્ગત આ સહાય મંજૂર કરી હતી અને તેનો ચેક પણ આપ્યો હતો .

આ દરમિયાન સોશિયલ મીડિયા પર નિતીન દોગા પચાસ હજાર રૂપિયાનો ચેક આ અસરગ્રસ્તને આપી રહ્યા હોવાનો ફોટો વાયરલ થયો હતો અને તેમાં નીતિન દોગા એ માનવતા બતાવી હોવાનો મેસેજ મૂક્યો હતો. ભાજપના કોર્પોરેટર નિતીન દોગાએ જણાવ્યું હતું કે મેયરના ફંડમાંથી સહાય આપવામાં આવી હતી તે અલગ છે અને આજે ફોટો મુકવામાં આવ્યો હતો તે 50 હજારનો ચેક મારી અંગત બચતમાંથી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો