વડોદરા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં એક સપ્તાહ પહેલાં સામૂહિક દુષ્કર્મ કાંડ થતાં બચી ગયો હતો. 14 વર્ષની સગીરાનું મોંઢુ દબાવી સાત હવસખોરોએ આબરું લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સામૂહિક બળાત્કારનો ભોગ બનતા બચી ગયેલી સગીરાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને હવસખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
સગીરાએ બુમરાણ મચાવતા હવસખોરો સ્થળ છોડી ફરાર થઇ ગયા
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 27 મેના રોજ રાત્રે 11:30 વાગ્યાના સુમારે લક્ષ્મીપુરા ગામમાં રહેતા ચિરાગ સુરેશભાઇ પઢીયાર, જયદીપ ઘનશ્યામભાઇ પઢીયાર, સુરેશ મંગળભાઇ પઢીયાર, ચંદ્રકાંત અંબાલાલ પઢીયાર, મહેશ અંબાલાલ પઢીયાર તેમજ સમીયાલા ગામમાં રહેતા કનુ ગોહિલ અને રમેશ રોહિત સગીરાના વાડામાં સંતાઇ ગયા હતા. દરમિયાન સગીરાના બંને હાથ પકડી મોંઢુ દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ બુમરાણ મચાવતા તમામ હવસખોરો સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા.
સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન સામૂહિક બળાત્કારનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે લક્ષ્મીપુરા ગામમાં રહેતા હવસખોર ચિરાગ સુરેશભાઇ પઢીયાર, જયદીપ ઘનશ્યામભાઇ પઢીયાર, સુરેશ મંગળભાઇ પઢીયાર, ચંદ્રકાંત અંબાલાલ પઢીયાર, મહેશ અંબાલાલ પઢીયાર તેમજ સમીયાલા ગામમાં રહેતા કનુ ગોહિલ અને રમેશ રોહિત સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ડેસર પંથકમાં સગીરા ઉપર સામૂહિક બળાત્કારનો બનાવ બન્યો હતો
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સાવલી તાલુકાના ડેસર પંથકમાં સગીરા ઉપર સામૂહિક બળાત્કારનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓની પોલીસ ધરપકડ કરી જેલના હવાલને કરી દીધા છે. જ્યારે લક્ષ્મીપુરા ગામમાં સગીરાની સમય સૂચકતાથી સામૂહિક દુષ્કર્મ કાંડ થતા અટકી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.