અકસ્માત:કપુરાઈ બ્રિજ પર ટ્રક પલટી, 1 કલાક ચક્કાજામ, ટેન્કર સાથે મળસ્કે અકસ્માતમાં 2ને ઇજા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના કપુરાઈ બ્રિજ પાસે હાઈવે પર ગુરુવારે મળસ્કે 3-30 વાગ્યાના અરસામાં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામ થયો હતો. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં દોડી આવેલા લાશ્કરોએ પલટી ખાઈ ગયેલી ટ્રકને સરખી કરી કામગીરી હાથ ધરી હતી.

આ અંગે જાણવા મળ્યા મુજબ પ્લાયવુડ ભરેલી ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટ્રાફિકજામ થયો હતો. બનાવને પગલે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે 108માં લઈ જવામાં આવ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. સૂત્ર મુજબ રોડ ઉપર ટેન્કરમાંથી કેમિકલ ઢોળાયું હતું, પરંતુ ફાયરબ્રિગેડ દ્વારા આવું કોઈ કેમિકલ ઢોળાયું હોવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...