મોટી ટ્રેન દુર્ઘટના ટળી:ડભોઈ નજીક બરોડા એક્સપ્રેસ પસાર થાય તે પહેલા ટ્રકે ફાટક તોડ્યું, લોકોએ ફાટકને હાથમાં પકડી રાખીને ટ્રેન પસાર કરાવી

વડોદરાએક મહિનો પહેલા
તૂટેલા ફાટકને હાથમાં પકડી ટ્રેન પસાર કરાવાઇ.

વડોદરા જિલ્લાના ડભોઈ નજીક ગત રાત્રે બરોડા એક્સપ્રેસ પસાર થાય તે પહેલા બંધ ફાટકને ટ્રકે ટક્કર મારતા ધરાશાયી થઈ ગયું હતું. જેથી ત્યાં હાજર લોકોએ ફાટકને હાથમાં પકડી ટ્રેનને પસાર કરાવી હતી. તેમજ લોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

લોકોએ સતર્કતા દાખવી ફાટક પકડી રાખ્યું
ગત રાત્રે સાડા નવ વાગ્યે બરોડા એક્સપ્રેસ ડભોઇના પલાસવાડા ફાટક પાસેથી પસાર થવાની હતી. આ માટે ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે ફાટકને ટ્રકની ટક્કરે તોડી નાખ્યું હતું. એક તરફ ટ્રેન આવી રહી હતી અને બીજી તરફ ટ્રકે ફાટક તોડી નાખતા મોટી દુર્ઘટના સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ સતર્કતા વાપરી તૂટેલા ફાટકને ટ્રેક પરથી હટાવી હાથમાં પકડી રાખી ટ્રેનને પસાર કરાવી હતી.

ટ્રેનને સુરક્ષિત પસાર કરાવાઇ.
ટ્રેનને સુરક્ષિત પસાર કરાવાઇ.

ટ્રક ડ્રાઇવરની અટકાયત
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને ટ્રક ડ્રાઇવરની મોટી બેદરકારી બદલ તેની અટકાયત કરીને તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લોકોની સતર્કતાને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી.
લોકોની સતર્કતાને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી.

ટ્રેનો 10થી 15 મિનિટ લેટ
ગત રાત્રે ફાટક તૂટી જતાં હવે ત્યાંથી ટ્રેનો પસાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે, જેથી આ રૂટ પરથી પસાર થઇ રહેલ ટ્રેનો 10થી 15 મિનિટ લેટ ચાલી રહી છે.

બરોડા એક્સપ્રેસ ડભોઇના પલાસવાડા ફાટક પાસેથી પસાર થઈ હતી.
બરોડા એક્સપ્રેસ ડભોઇના પલાસવાડા ફાટક પાસેથી પસાર થઈ હતી.