તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચરસની હેરાફેરીમાં ત્રિપુટી એક દિવસના રિમાન્ડ પર

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બે કીલો ચરસના જથ્થા સાથે ગઇકાલે એનસીબીઅે પકડેલા ત્રણ આરોપીના અેક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.અેનસીબીઅે જમ્મુ કાશ્મીર થી એક યુવક ચરસનો જથ્થો લઈને સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં આવવાનો છે તેવી બાતમીથી વોચ ગોઠવી અબ્દુલ અજીજ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

આ શખ્સે રેલવે સ્ટેશન બહાર બે શખ્સ જથ્થો લેવા માટે અવનાર હોવાનું જણાવતાં અબ્દુલ અજીજ ને રેલવે સ્ટેશન બહાર મોકલતાં ચરસનો જથ્થો લેવા અમદાવાદથી આવેલા મોહમ્મદ અબરાર અને કલીમ મોહમ્મદ નામના બે યુવકોને પણ ઝડપી લીધા હતા અને બે કિલો ચરસનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત અંદાજે રૂા.5 લાખ થતી હતી. અેનસીબીઅે અાજે અા ત્રણે અારોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં ત્રણે અારોપીના અેક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો