ઉજવણી:સ્વતંત્રતા દિવસે 7 લાખ સ્થળે તિરંગો લહેરાવશે પાલિકા રૂ 8- રૂ 25 લેશે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમત ગમત વિભાગ પાલિકાને ધ્વજ આપશે

સ્વતંત્રતા દિવસ પર વડોદરા શહેરમાં 7 લાખ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો લક્ષ્યાંક અપાયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે સ્વતંત્રતા સપ્તાહ 11થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાશે. શહેરના વધુને વધુ લોકો ઘરે ઘરે તિરંગા ફરકાવે તે માટે સરકાર દ્વારા શહેર દીઠ ટાર્ગેટ આપવામાં આવ્યા છે

આ માટે મહાનગર પાલિકાને જવાબદારી સોંપાઈ છે. રાજ્યના રમત ગમત વિભાગ દ્વારા પાલિકાને 7 લાખ રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ પાલિકાના સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસમાંથી વિતરણ કરવામાં આવશે. જ્યાંથી લોકો રૂપિયા આપી રાષ્ટ્રધ્વજ મેળવી શકે છે.

16 બાય 24 અને 20 બાય 30 એમ બે સાઇઝમાં ધ્વજ વિતરણ થશે. 16 બાય 24 સાઇઝ ધ્વજની કિંમત રૂા.18 અને 20 બાય 30 ધ્વજની કિંમત રૂા.25 રખાઈ છે. જિલ્લા માટે શહેરના જિલ્લા-શહેર રમત-ગમત વિભાગને સરકાર દ્વારા 72 હજાર ઝંડા મોકલવામાં આવશે.આ ઝંડા ગામના સરપંચ-તલાટી અને સહકારી મંડળીના સતાધીશો ખરીદશે.જયારે આઝાદીના અમૃતમહોત્સવને લઇ દરેક ઘરમાં પણ ત્રિરંગો લગાવાશે.13 થી15મી ઓગસ્ટ સુધી ઝંડો લગાવીને તેને સન્માન સાથે ઘરમાં મુકવામાં આવશે.

5.5 લાખ ઘર, 1.5 લાખ કોમર્શિયલ ઇમારતોનો ટાર્ગેટ
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ વડોદરા શહેરમાં 5.5 લાખ મકાનો છે અને સરકારી,અર્ધસરકારી સહિત કોમર્શિયલ કચેરીઓ 1.5 લાખ છે, એમ કુલ સાત લાખ જગ્યાએ ત્રિરંગો લહેરાય તેવી તંત્રની ગણતરી છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાતાં પહેલીવાર કાપડના ઝંડા લહેરાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેર સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં આ પ્રકારનો વિશેષ કાર્યક્રમ યોજાનાર છે. આ માટે જે તે પાલિકાને શહેર વાઇઝ રાષ્ટ્રધ્વજ લહેરાવવાના અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના રમત ગમત વિભાગ તરફથી પાલિકાને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાથી આ વર્ષે પહેલીવાર કાપડના રાષ્ટ્રધ્વજ લહેરાતા દેખાશે, એવું સૂત્રોએ ઉમેર્યું હતું. જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...