તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Trees Fell In Many Places, Huge Hoardings Were Demolished And Low Lying Areas Were Flooded As Torrential Rains Started With Strong Winds.

વડોદરામાં ભારે વરસાદ:તોફાની પવન સાથે દોઢ ઇંચ વરસાદમાં જનજીવન ખોરવાયું, વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત, 60 વૃક્ષો ધરાશાયી, ઠેર-ઠેર ટ્રાફિકજામ અને પાણી ભરાયાં

વડોદરા3 મહિનો પહેલા
રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઈ ગયો.
  • કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયાં
  • ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી
  • ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી છે.

હોર્ડિંગ્સ ધરાશાયી થતાં વાહનો દબાઇ ગયા હતા
હોર્ડિંગ્સ ધરાશાયી થતાં વાહનો દબાઇ ગયા હતા

રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઈ ગયો
વડોદરા શહેરમાં આજે મેઘરાજાનું આગમન થયું છે. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. વડોદરાના રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં, જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો
વડોદરાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો

અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી
વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં, જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડે કામગીરી શરૂ હતી.

કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયાં હતાં.
કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયાં હતાં.

પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યો
વડોદરા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાદરામાં 40 મિ.મી. વરસાદ વરસ્યો હતો. પાદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં અને અનેક ગામોમાં અંધારપટ થઇ ગયો હતો.

પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાસે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.
પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાસે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 20-21 જૂનથી વરસાદ વધશે.

બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો.
બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો.

40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના
17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં, જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.
ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી.
ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી.
રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.
રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.