તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Travel Manager Prepares A Negative Report For Rs 350 And A Positive RT PCR Duplicate Report For Rs 800, Dismissing Reports From More Than 50 People In Vadodara

ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટનું કૌભાંડ:વડોદરામાં ટ્રાવેલ્સ સંચાલક રૂ.350માં નેગેટિવ અને રૂ,800માં પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી આપતો, 50થી વધુ લોકોને રિપોર્ટ કાઢી આપ્યા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેલ્સ સંચાલક ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં સફળ રહ્યો
  • સફળ થઇ જતા બનાવટી નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો
  • વડોદરા ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને ડુપ્લિકેટ રિપોર્ટ વેચતા ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી પાડ્યો

કોરોનાની મહામારીમાં ડુપ્લિકેટ રેમડીસીવર ઇન્જેક્શનો, સેનિટાઇઝર જેવી આરોગ્યલક્ષી ચિજવસ્તુઓના કૌભાંડ બાદ હવે ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજ્ય બહાર જવા, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં પગાર લેવા ઉપરાંત વધારાનો આર્થિક લાભ લેવા તેમજ મેડિક્લેમ સહિત વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ ડુપ્લિકેટ રિપોર્ટ બનાવીને વચી રહેલા વારસીયા ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં સફળ રહ્યો હતો
વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વડોદરાના વારસીયા વિસ્તારમાં પટેલ પાર્કની બાજુમાં આવેલ 10, હરીક્રિષ્ણા સોસાયટીમાં રાકેશ ભગવાનદાસ મીરચંદાની રહે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં રાજ્ય બહાર જવા માટે નેગેટિવ RT-PCR રિપોર્ટની જરૂર પડે છે. જેથી તેણે રાજ્ય બહાર જવા માટે પોતાના લેપટોપ ઉપર પી.ડી.એફ. એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રથમ પોતાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ બનાવ્યો હતો અને તે બનાવટી રિપોર્ટ લઇને રાજ્ય બહાર જઇને પરત વડોદરામાં આવવામાં સફળ રહ્યો હતો.

ટ્રાવેલ્સ સંચાલક ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં સફળ રહ્યો
ટ્રાવેલ્સ સંચાલક ડુપ્લિકેટ RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં સફળ રહ્યો

બનાવટી રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો
તેમણે વધુમાં જણાવ્યું હતું બનાવટી RT-PCR રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં રાકેશ મીરચંદાની સફળ રહ્યા બાદ તેણે બનાવટી RT-PCR નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેવી પાથ અને ન્યુ બર્ક લેબોરેટરીના નામે બનાવટી નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવીને આપતો હતો. નેગેટિવ રિપોર્ટના રૂપિયા 300થી રૂપિયા 350 અને પોઝિટીવ રિપોર્ટના રૂપિયા 800 રિપોર્ટ કઢાવવા માટે આવતા પાસે લેતો હતો અને રિપોર્ટનો ચાર્જ પણ ગુગલ પેથી વસુલ કરતો હતો. તેણે છેલ્લા 15 દિવસમાં 50થી વધુ નેગેટીવ-પોઝિટિવ બનાવટી RT-PCR રિપોર્ટ વેચ્યું હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને ડુપ્લિકેટ રિપોર્ટ વેચતા ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી પાડ્યો
વડોદરા ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને ડુપ્લિકેટ રિપોર્ટ વેચતા ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી પાડ્યો

ક્રાઇમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને ટ્રાવેલ્સ સંચાલક ઝડપી પાડ્યો
પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વારસીયામાં રહેતો રાકેશ મીરચંદાની બનાવટી બનાવટી RT-PCR નેગેટિવ- પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચી રહ્યો છે. તેવી માહિતી મળતા પી.એસ.આઇ. એ.આર. ચૌધરી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ અને અનાર્મ લોક રક્ષક ભરતભાઇએ ડમી ગ્રાહક તૈયારી કરીને બનાવટી બનાવટી RT-PCR ટેસ્ટ રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપી રાકેશ મીરચંદાની અટકાયત કરીને તેની પાસેથી 4 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...