તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:12 વર્ષથી કાનની બિમારીથી પીડાતા નિવૃત શિક્ષકનો ફાંસો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 85 વર્ષીય શિક્ષક બેડરૂમમાં અંદરથી લોક કરી સૂઇ ગયા હતા

શહેરના ગોત્રી રોડ પર રહેતા નિવૃત શિક્ષકે કાનની બીમારીથી કંટાળી મકાનમાં ગળેફાંસો ખાધો હતો. ગોત્રી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના ગોત્રી રોડ પર આવેલી જનક સોસાયટીમાં 85 વર્ષના દિનકરરાય પુરુષોત્તમદાસ સુથાર રહેતા હતા. તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત જીવન ગુજારતા હતા. છેલ્લા 12 વર્ષથી તેઓ કાનની બીમારીથી પરેશાન હતા.

મંગળવારે રાતે 9 વાગ્યે દિનકરરાય પોતાના બેડરૂમમાં દરવાજાને અંદરથી લોક કરી સુઇ ગયા હતા. સવારે તેઓએ દરવાજો નહી ખોલતા પરિવારજનોએ તપાસ કરી હતી અને અંતે ચાવી વડે દરવાજો ખોલતા દિનકરરાય ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી હતી.

બીમારીથી કંટાળી મહિલાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું
શહેરના સિદ્ધનાથ તળાવ નજીક આવેલી લિટલ ફ્લાવર સ્કૂલની અગાસી પર 35 વર્ષની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બે વર્ષથી મહિલાને બીમારી હતી અને લોહીની ઉલટી થતા તે ટેન્શનમાં રહેતી હતી.
વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમા રહેતા ઉદેસિંહભાઈ પઢીયાર લિટલ ફ્લાવર સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેઓના પરિવારમાં પત્ની અને 35 વર્ષની પુત્રી સ્વાતિ રહેતા હતા. પુત્રી સ્વાતિને છેલ્લા બે વર્ષથી બીમારીથી પીડાતી હતી અને બે દિવસથી તેઓના લોહીની ઉલટી થતી હોવાથી ભારે પરેશાન રહેતા હતા.

બુધવારે સવારે સ્વાતિએ માતાને ચા બનાવવાનું કહી તેઓ અગાસી પર ગયા હતા. ચા બની જતા માતા પુત્રી સ્વાતિને અગાસી પર બોલાવવા ગયા હતા. તે સમયે પુત્રી સ્વાતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યા હતા. પુત્રીને ગળે ફાંસો ખાઈ લેતા માતાએ બુમરાણ મચાવી હતી.પોલીસે કાનૂની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...