તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરીક્ષણ:રાજ્ય સરકાર સાથે સંકલન કરી ટ્રેનો શરૂ કરાશે, રેલવે જીએમ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગેરતપુર-વડોદરા અને ડભોઈ-પ્રતાપનગર સેકશનનું નિરીક્ષણ કરાયું હતું - Divya Bhaskar
ગેરતપુર-વડોદરા અને ડભોઈ-પ્રતાપનગર સેકશનનું નિરીક્ષણ કરાયું હતું
 • પશ્ચિમ રેલવે જીએમ દ્વારા વડોદરા ડિવિઝનનું વાર્ષિક નિરીક્ષણ
 • જીડીસીઇ પરીક્ષાની ગરબડમાં વિજિલન્સ તપાસ બાદ નિર્ણય લેવાશે

રેલવે બોર્ડની સુચનાને આધારે લોકલ-નિયમીત ટ્રેનો ચાલુ કરાશે. સ્ટેપ બાય સ્ટેપ બધી ટ્રેનો ચાલુ કરાશે આ અંગે ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે એમ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું. તેમણે વડોદરા ડિવિઝનના ના ગેરતપુર-વડોદરા અને ડભોઇ-પ્રતાપનગર સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. .જીડીસીઇ પરીક્ષામાં થયેલી ગરબડ બાદ પરીક્ષા રદ કરાશે કે કેમ? તે અંગે તેમણે કહ્યું હતું કે ‘હાલ વીજીલન્સ તપાસ ચાલી રહી છે અને તપાસ પુરી થયા બાદ જે તે નિર્ણય કરીશું.આજના નીરીક્ષણ દરમિયાન કોઈ ખામી નજરે પડી કે કેમ? તે અંગે કંસલે કહ્યું હતું કે ‘હાલ પહેલો દિવસ છે પણ હજુ સુધી કોઈ ગંભીર ખામી ડિવિઝનમાં જણાઇ નથી.

નિરીક્ષણ દરમ્યાન, તેમણે સ્ટાફ સુવિધાઓ, સલામતી / સુરક્ષા, માળખાગત સુવિધાઓ અને વિકાસને લગતા અન્ય વિવિધ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત, જનરલ મેનેજર દ્વારા સ્ટાફ સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. આ દરમિયાન વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અમિત ગુપ્તા,રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારની માંગથી લોકલ ટ્રેનો ચાલુ છે
મહારાષ્ટ્ર સરકારની માંગણીથી મુંબઇમાં સબઅર્બન એટલે કે લોકલ ટ્રેનો ચાલુ કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારને એવું લાગ્યું કે હવે ટ્રેનો ચલાવી શકાય છે એટલે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી એટલે ટ્રેનો ચાલુ કરાઈ છે. - આલોક કંસલ, જીએમ, વેસ્ટર્ન રેલવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો