તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બૂલેટ ટ્રેનના સ્લેબ ટ્રેકના દેશમાં જ ઉત્પાદન માટે ટ્રેનિંગ અપાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં પ્રથમવાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આયોજન

કોરોના મહામારી દરમિયાન બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્ત્વનો બદલાવ આવ્યો છે. જાપાનથી આવનાર 2 લાખ સ્લેબ ટ્રેક હવે ભારતમાં જ બનશે. આ માટે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં એક વેબિનારના માધ્યમથી દેશની કંપનીઓને આવાહન કર્યું હતું. ત્યારબાદ ભારતની અનેક કંપનીઓ દ્વારા આ માટે રસ દાખવવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત બૂલેટ ટ્રેનનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય પાર્ટનરશિપની જે કંપની સ્લેબ ટ્રેક માટે કામ કરશે, તેમને ભારત અને જાપાનમાં પણ ટ્રેનિંગ અપાશે. બૂલેટ ટ્રેનના એલિવેટેડ ટ્રેક માટે સૌથી મહત્ત્વની વસ્તુ ગુણવત્તાની છે.

સ્લેબ ટ્રેક બનાવવા અંગે ભારતમાં કોઈ પાસે અનુભવ નથી ત્યારે જાપાન જેવી ગુણવત્તા મળી રહે અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કામગીરી થાય તે માટેનું આયોજન વિચારાઈ રહ્યું છે. દેશમાં કદાચ પ્રથમ વખત કોઈ ખાનગી કંપનીને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કામ કરવા સરકારી પ્રોજેક્ટ માટે વિદેશી ટ્રેનિંગ આપવાનું આયોજન થઈ રહ્યું છે. સૂત્રો મુજબ સુરત પાસે પ્રોડક્શન યુનિટ ધરાવતી દેશની અેક મોટી કંપનીઅે પણ આ માટે રસ દાખવ્યો છે. 508 કિમીના અમદાવાદથી મુંબઈ સુધીના રૂટમાં કુલ 2 લાખ જેટલા સ્લેબ ટ્રેકના ભાગને જોઈન્ટ કરાશે. અગાઉ સ્લેબ ટ્રેકના ભાગ જાપાનથી દરિયાઈ માર્ગે ભારતમાં આવનાર હતા.

અન્ય સમાચારો પણ છે...