તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનિંગ:ત્રીજા વેવની તૈયારી માટે તબીબ સહિત 200થી વધુ કર્મીને તાલીમ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડીયાટ્રીક વિભાગમાં ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ કરાયો
  • જિલ્લાના મેડિકલ સ્ટાફના કર્મીઓ કેમ્પમાં સામેલ કરાયા

કોરોના મહામારીના ત્રીજા વેવમાં બાળકો સંક્રમિત થાય તેવી સંભાવના રહેલી છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાના 200થી વધારે ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને નર્સની એસએસજી, ગોત્રી અને પારૂલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક વિભાગમાં તાલીમ શરૂ કરાઈ છે.

કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ઇન્ડીયન એસોસિયેશન ઓફ પીડિયાટ્રીક્ટ (IAP) અને વડોદરાની સરકારી હોસ્પીલના બાળરોગ નિષ્ણાંતો તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ સંક્રમિત બાળકોની ઝડપી ઓળખ કરી શકાય, રોગની ગંભીરતા મુજબ યોગ્ય સ્થળે સારવાર કરી શકાય તથા યોગ્ય રેફર કરવા, તાલુકા કક્ષાએ કે સામુહિ આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બાળ રોગના નવા બેડ ઉભા કરી શકાય તે માટે તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરો, આયુષ તબીબો તથા સ્ટાફ નર્સોને એસએસજી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલ અને પારૂલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં તાલીમ આપવાનો સોમવાર થી પ્રારંભ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...