તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતાના દાવાઓ વચ્ચે પ્રજા પરેશાન:વડોદરા-વાઘોડિયા રોડ પર કચરાના ઢગલાઓની દુર્ગંધથી લોકો ત્રાહિમામ, જાગૃત નાગરીકોએ PM ઓનલાઇનમાં ફરિયાદ કરી

વડોદરાએક મહિનો પહેલા
વર્તમાન ચોમાસામાં વરસાદ પડવાથી કચરામાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ચાલુ થતાં લોકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે.
  • અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ રોડ ઉપરથી કચરો દૂર કરવામાં તસ્દી લેવામાં આવતી નથી

વડોદરાથી વાઘોડિયા જવાના માર્ગનો વિકાસ ઝડપભેર થઇ રહ્યો છે. વાઘોડિયામાં આવેલી GIDCમાં અનેક જાણીતી કંપનીઓ આવેલી છે. આ ઉપરાંત વાઘોડિયા જવાના માર્ગ પર જાણીતી મેડિકલ કોલેજો અને વૈભવી બંગલાઓની સોસાયટીઓ આવેલી છે. વડોદરાથી વાઘોડિયા જવાનો માર્ગ ચોવિસે કલાક ધમધમતો રહે છે, ત્યારે વડોદરાથી વાઘોડિયા જવાના માર્ગ ઉપર 600 મીટર સુધીના રોડની બંને બાજુએ નાખવામાં આવતા કચરાના ઢગલા આ રોડ ઉપરથી રોજેરોજ પસાર થતા લોકો માટે ત્રાસરૂપ બની ગયા છે. વર્તમાન ચોમાસામાં વરસાદ પડવાથી કચરામાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ચાલુ થતાં લોકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. વડોદરાથી વાઘોડિયા જવાના રોડની બંને બાજુ ઠલવાયેલા કચરા અંગે જાગૃત નાગરીકો દ્વારા PM ઓનલાઇન સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા આ રોડ ઉપરથી કચરો દૂર કરવામાં તસ્દી લેવામાં આવતી નથી.

6 માસથી કચરાના ઢગલાઓ દૂર કરવામાં આવે તે માટે પ્રયાસો કરે છે
સરકાર દ્વારા માત્રને માત્ર સ્વચ્છ ભારત મિશનની વાતો કરવામાં આવે છે, પરંતુ, લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં, કામગીરી કરવામાં આવતી નથી. જસ્મીન દેવળીયા નામના જાગૃત નાગરીક દ્વારા વડોદરાથી વાઘોડિયા જવાના રોડની બંને બાજુમાં પડેલા કચરાના ઢગલાઓ દૂર કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર, સ્વચ્છ ભારત મિશનના અધ્યક્ષ આર.સી. ફળદુ અને PM ઓનલાઇન સુધી રજૂઆત કરવામાં આવી છે, તેઓ છેલ્લા 6 માસથી કચરાના ઢગલાઓ દૂર કરવામાં આવે તે માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ, તંત્ર દ્વારા આ કચરાના ઢગલા દૂર કરવામાં આવતા નથી.

અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ રોડ ઉપરથી કચરો દૂર કરવામાં તસ્દી લેવામાં આવતી નથી
અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ રોડ ઉપરથી કચરો દૂર કરવામાં તસ્દી લેવામાં આવતી નથી

વિદેશી લોકોની પણ અવર-જવર રહે છે
જાગૃત નાગરીક જસ્મીન દેવળીયાએ જણાવ્યું હતું કે, વાઘોડિયા GIDCમાં એપોલો ટાયર, આર.આર. કેબલ, શંકર પેકેજીંગ જેવી મોટી કંપનીઓ આવેલી છે. આ ઉપરાંત પારૂલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી કોલેજો આવેલી છે અને આ કોલેજોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે આ રોડ ઉપર વૈભવી બંગલાઓની સોસાયટીઓ આવેલી છે અને તેમાં 800 ઉપરાંત પરિવારો રહે છે. વાઘોડિયા GIDCમાં મોટી કંપનીઓ હોવાથી વિદેશી લોકોની પણ અવર-જવર રહે છે. આમ છતાં, તંત્ર દ્વારા આ કચરાના ઢગલા દૂર કરવામાં આવતા નથી.

જાગૃત નાગરીકોએ PM ઓનલાઇનમાં ફરિયાદ કરી છે
જાગૃત નાગરીકોએ PM ઓનલાઇનમાં ફરિયાદ કરી છે

ઢગલામાં વરસાદનું પાણી જવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં કચરાના ઢગલામાં વરસાદનું પાણી જવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારે છે. આ રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ થઇ જાય છે. આ કચરાના ઢગલાના કારણે ઋતુજન્ય રોગચાળો માથું ઉંચકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે આવા કચરાના ઢગલા પણ કોરોના જેવા રોગચાળો ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે વડોદરાથી વાઘોડિયા જવાના માર્ગ ઉપરનો કચરો દૂર કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...