તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:એરપોર્ટ પર 2 ફ્લાઇટના યાત્રી ભેગા થતાં ટ્રાફિક જામની સ્થિતિ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઇનમાં સમય બગડતા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે
  • ટ્રાવેલ્સનું વાહન લઈને આવતા ડ્રાઇવરોમાં નારાજગી

વડોદરા એરપોર્ટ પર મુસાફરોને લેવા કે મૂકવા આવતા વાહનચાલકોને 7 મિનિટ સુધી પીકઅપ કે ડ્રોપિંગ માટે કોઈ ચાર્જ લેવાતો નથી, પરંતુ બપોરે અને સાંજે બે ફ્લાઇટ એક જ સમયે આવતા રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જેને પગલે વાહન ચાલકોને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે.

એરપોર્ટ પર ફોર વ્હીલરના મિનિમમ 30 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવા માટે માટે ખાસ કરીને ટ્રાવેલ્સનુ વાહન લઇને આવનાર ડ્રાઇવરોમાં નારાજગી છે. જોકે આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટરની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, એન્ટ્રી ગેટ પર પાર્કિંગનો સમય ગણવાને બદલે બિલ્ડિંગ નજીક બૂથ મૂકાયું છે. જેથી આમ પણ સમય વધુ મળે છે.

મુસાફરોને મૂકવા આવનાર વાહનચાલકો તેમને મૂકીને તરત એરપોર્ટની બહાર નીકળે તો 7 મિનિટનો સમય પર્યાપ્ત થશે. જોકે તેઓ વાતો કરતા હોવાને કારણે સમય બગડે છે. રેલવે સ્ટેશન કરતાં પણ એરપોર્ટમાં પાર્કિંગનો ચાર્જ ખૂબ ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...