તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વડોદરાને નિકાસ હબ બનાવવા અંગે વેપારીઓને સમજ અપાશે

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની નવી પહેલ
  • ફાર્માસ્યૂટિકલ્સ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ નિકાસ વધારાશે

વડોદરા જિલ્લાને એક્સપોર્ટ હબ બનાવવા ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા 21 માર્ચે શહેરમાં ફાર્માસ્યૂટિકલ્સ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટને કેવી રીતે એક્સપોર્ટ કરી શકાય તે માટે ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં એક્સપોર્ટ-ઈન્પોર્ટના લાઇસન્સ ધારકોને ડિપાર્ટમેન્ટ દ્વારા એક્સપોર્ટની સમજ અપાશે.ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ડો.રાહુલ સિંહે જણાવ્યું કે, આઝાદીના અમૃત પર્વની ઉજવણી શરૂ થઈ છે ત્યારે જિલ્લાઓને એક્સપોર્ટ હબ બનાવવા ભારત સરકારના ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દાંડી માર્ચ રૂટમાં સામેલ વડોદરા, અમદાવાદ અને સુરત ખાતે જિલ્લાઓમાં એક્સપોર્ટ અંગે પ્રોત્સાહન અપાશે.

અમે વડોદરામાં ફાર્માસ્યૂટિકલ્સ અને એન્જિનિયરીંગ પ્રોડક્ટ, અમદાવાદમાં ફાર્મા, ટેક્સટાઈલ, એન્જિનિયરિંગ અને પ્લાસ્ટિક પ્રોડક્ટ, ખેડામાં પ્રોસેસ ફુડ, આણંદમાં ડેરી-એગ્રીકલ્ચર પ્રોડક્ટસ, ભરૂચમાં કેમિકલ પ્રોડક્ટસ, સુરતમાં ટેક્સટાઈલ, જરી ક્રાફ્ટ અને નવસારીમાં મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ,મેંગો, મરીન પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીઝને ધ્યાને લઈને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે ઈવેન્ટ કરી રહ્યાં છે. જેમાં 21 માર્ચે વડોદરામાં ફાર્માસ્યુટીકલ્સ અને એન્જિનિયરીંગ પ્રોડક્ટનું એક્સપોર્ટ કેવી રીતે કરવું, ફોરેન ટ્રેડ પોલિસી,શું ડોક્યુમેન્ટની જરૂર હોય છે જેવી બાબતો સમજાવાશે. 15 માર્ચે ખેડા, 17 માર્ચે આણંદ, 26 માર્ચે ભરૂચ,31 માર્ચે સુરત અને 6 એપ્રિલે નવસારીમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...