કોરોના સંક્રમણ:વડોદરામાં શાળાઓ બાદ હવે MS યુનિ.ની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યો, ઓફલાઇન શિક્ષણ બંધ થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ વર્ક ફેકલ્ટી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સોશિયલ વર્ક ફેકલ્ટી(ફાઇલ તસવીર)
  • વડોદરામાં UKથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે

વડોદરામાં શાળાઓ બાદ હવે એમ.એસ. યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત થયો છે. જેને પગલે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 36 કલાકમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,528 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,806 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

UKથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો
વડોદરામાં UKથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. ગત 13 ડિસેમ્બરના રોજ 27 વર્ષની યુવતી તાંદલજા વિસ્તારમાં આવી હતી. મુંબઈ ખાતે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બાદમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યો હતો. આજે યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેરના તાદલજા વિસ્તારમાં ઓમીક્રોનનો પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી ગઇ હતી. વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનો આ ત્રીજો કેસ છે

મુંબઈ એરપોર્ટ પર રિપોર્ટ નેગેટિવ આવેલો
વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના વડા ડો. દેવેશ પટેલના જણાવ્યા મુજબ શહેરના તાદલજા વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતી હાઇરીસ્ક દેશમાં મુકાયેલા યુ.કે.થી તા. 13 ડિસેમ્બરના રોજ મુંબઇ આવી હતી. મુંબઇ એરપોર્ટ ઉપર તેનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો હતો.દરમિયાન વડોદરા આવતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આથી તેના સેમ્પલ લઈ જનોમની તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આજે પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન કરવામાં આવી છે. ઉપરાંત તેના સંપર્કમાં આવેલ બે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,810 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,516 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9718 પશ્ચિમ ઝોનમાં 12,170, ઉત્તર ઝોનમાં 11,892, દક્ષિણ ઝોનમાં 11,890, વડોદરા ગ્રામ્યમાં 26,810 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...