વિકાસ:વડોદરામાં ટી.પી. 10માં માર્ગ ખુલ્લો કરાયો, 2 લાખ લોકોને લાભ મળશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલના તબક્કે બે ટ્રાફીક સર્કલ નિર્માણ ક૨વાની કામગીરી આપી દીધી - Divya Bhaskar
હાલના તબક્કે બે ટ્રાફીક સર્કલ નિર્માણ ક૨વાની કામગીરી આપી દીધી
  • દબાણ શાખા અને ટી.પી. શાખાની સંયુક્ત ટીમે ટી.પી.10માં માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી

આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના માન મેયર કેયુર રોકડીયાની સૂચના અનુસાર દાબાણ શાખા અને ટી.પી. શાખાની સંયુક્ત ટીમે ટી.પી.10માં માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી જેમા અંદાજીત 700 મીટર ફેન્સીંગ, 1 સાઇટ ઓફિસ, 1 કુવાની ઓરડી તથા 23 મકાનોની કંપાઉન્ડ વૉલ તથા 1 કોમ્પ્લેક્સના ઓટલાનું દબાણ દૂર કરી ટી.પી.10 ગોત્રી-ગોરવાના 24 મીટર, ગોરવા આઈ.ટી.આઇ. થી લોટસ પ્લાઝા સુધી 2250 મીટરનો રોડ તથા 18 મીટરનો સુર્યા સોસાયટીથી લઇ મીડલેન્ડ સોસાયટી થઇ કેનાલ સુધીનો 800 મીટર લંબાઇનો રોડ ખુલ્લો ક૨વામાં આવ્યો હતો. આ માર્ગ ખુલ્લો થતા આ વિસ્તારના આશરે 2 લાખ લોકોને રસ્તાની સુવિધાનો લાભ રહીશોને થશે.

કાર્યવાહી કરી તમામ દબાણો દુર કર્યા
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરાના ગોરવા, લક્ષ્મીપુરા અને ગોત્રી વિસ્તારના લોકોની વર્ષો જુની માંગણી હતી કે આ વિસ્તારનો 24 મિટરનો જે રોડ છે તે ખુલ્લો થાય અને લોકો તેનો ઉપયોગ કરી શકે અને નાગરીકોને લાંબા અંતર ને બદલે ટુંકુ અંતર કાપવુ પડે તેવી માંગ હતી તે પ્રશ્ન ને લઇ હવે ટી.પી.10 ગુજરાત સરકારે મંજુર કરી છે. જેથી સમસ્યાનું સમાધાન થશે. આ ટી.પી.10 વચ્ચે આવતા તમામ દબાણો હટાવવાની કામગીરી સ્વૈચ્છીક રીતે લોકોએ કરી અને તેની સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમે પણ જે દબાણો હતા તે સ્થળોએ કાર્યવાહી કરી તમામ દબાણો દુર કર્યા હતા.

સુર્યા ઉપ૨ જે સર્કલ બનશે એ સુર્યા સર્કલ કહેવાશે
સુર્યા ઉપ૨ જે સર્કલ બનશે એ સુર્યા સર્કલ કહેવાશે

ટ્રાફીક સર્કલ નિર્માણ ક૨વાની કામગીરી
ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સુખડીયાએ જણાવ્યું હતું કે,વર્ષો જુની આ અમારી માંગણી હતી. આ વિસ્તારના ડેવલોપમેન્ટમાં અમારી ટી.પી.10 મંજુર નહતી થતી એટલે કેટલીક સમસ્યાઓ સર્જાઈ હતી અને હાલમાં CM ભુપેન્દ્ર પટેલે અમારી વાત માનીને તાત્કાલીક હુકુમ કર્યો અને ત્યારબાદ અમને શહેરી વિકાસ માથી મંજુરી મળી હતી. આ સમગ્ર માર્ગ ઉપર 24 મિટરના આ રસ્તા પર આઈ.ટી.આઈ 5 રસ્તા બનશે. ત્યાથી લઈને લોટસ પ્લાઝા 24 મિટરનો ૨સ્તો છે અને સુર્ય જંકશનથી ડાબી બાજુ જે રસ્તો જાય છે આ બન્ને પર લાઇટિંગની અને ફૂટપાટની વ્યવથા કરી છે અને ડ્રેનેજ ફુટપાટની નીચે જશે જેથી વારંવાર રોડ ખોદવો ન પડે અને ટોટલ પ્લાન્ટેશનનું પણ આયોજન કર્યુ છે અત્યારે હાલના તબક્કે બે ટ્રાફીક સર્કલ નિર્માણ ક૨વાની કામગીરી આપી દીધી છે જેમાં એક લાયન્સ ક્લબ દ્વારા આઈ ટી આઈ 5 રસ્તા પર લાયન્સ સર્કલ બનશે અને સુર્યા ઉપ૨ જે સર્કલ બનશે એ સુર્યા સર્કલ કહેવાશે એને આધુનીક ઓપ આપી રહ્યા છે અને આ પ્રમાણેની અમારી થીમ રહેશે.

24 મિટરના આ રસ્તા પર આઈ.ટી.આઈ 5 રસ્તા બનશે
24 મિટરના આ રસ્તા પર આઈ.ટી.આઈ 5 રસ્તા બનશે

2 કરોડ રૂપીયા ફાળવ્યા
બધા કાર્યકર્તાઓ અને વોર્ડની ટીમ આમાં ભાગ લેશે અને અમે લોકોને જોડીશું અને લોકોના માધ્યમથી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયત્ના દ્વારા અમે આખો રોડ બનાવીશું આજે મેયર જાતે એમની ટીમ લઇને ઉપસ્થિત રહ્યા હતા અને આ રોડ ખુલ્લો કરી રહ્યા હતા આ પહેલા પણ અડધા જેટલા વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દુર કર્યા હતા અને લોકોએ સહયોગ આપ્યો હતો. લોકોના માધ્યમથી જ આ રોડ અમે સારો બનાવીશું. આ જે રોડ બનવાનો છે એ સ૨કા૨ના એક આયોજન મુજબ એમા રકમ ખર્ચવાની છે સાથે 2 કરોડ રૂપીયા એ પણ ફાળવ્યા છે. પ્લાનટેશન માટેના અલગથી પ્લાનીંગ કરેલા છે અને એ મુજબ એવન્યુ ટાઇપનો આ રસ્તો બનાવવાનો પ્લાનીંગ છે.

સાંકડા રસ્તાથી આપદા હતી, હવે રાહત
વર્ષોથી રોડના દબાણ હટાવવા અમારી માંગ હતી. અમે આજ રસ્તાનો ઉપયોગ કરતા હતા. કેટલીકવાર રસ્તો સાંકડો હોવાને કારણે અમને અનેક પરેશાનીઓ હતી. પરંતુ હવે આ પરેશાનીનો અંત આવ્યો છે. > દીપિકા મિસ્ત્રી, વૃંદાલય -2