આત્મહત્યા:ITIના વિદ્યાર્થીનો અભ્યાસમાં પરેશાનીથી ઝેરી દવા પી આપઘાત

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસણા રોડ પર આર્થિક સંકળામણ અનુભવતા 2 સંતાનોના પિતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

શહેર નજીક આવેલા અનગઢ નજીક રહેતા આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પરિવારમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રો હતા. જેમાં નાનો પુત્ર સેવાસી નજીક આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં પરેશાની થતી હોવાથી બે દિવસ પહેલાં તેણે ઝેરી દવા ગટગટાવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં શહેરના વાસણા રોડ પર રહેતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક હપ્તો નહી ભરી શકતા ભારે પરેશાન રહેતો હતો ઘટના સંદર્ભે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યાનુસાર શહેરના વાસણા રોડ પર દેવ નગર માં 40 વર્ષના સુનિલભાઈ ગોરધનભાઈ બેલદર રહેતા હતા સુનિલભાઈ ખાનગી ટેબલ કંપનીમાં નોકરી કરતા હતા. રવિવારે મકાન માં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓએ લોન લીધી હતી અને તેના હપ્તા ચૂકવતા હતા. પરંતુ ત્રણ મહિના તેઓ હપ્તો ભરી શક્યા ન હતા. જેના કારણે સતત ચિંતામાં રહેતા હતા.

આપઘાતના વધુ એક બનાવમાં માણેજા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણીએ જન્મથી જ ચામડીની બીમારી હતી. ચામડીના રોગની તેની દવા પણ ચાલુ હતી. જેનાથી કંટાળી કિશોરીએ આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે. મકરપુરા પોલીસે મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...