તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:પાવાગઢ અને વડોદરા ખાતે પ્રાચીન ઇમારતોની પ્રવાસન મંત્રીએ મુલાકાત લીધી, કોરોનાને ધ્યાનમાં રાખી તકેદારી રાખવા સૂચન

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગામી વર્ષોમાં ભારતમાં પ્રવાસનને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી
  • ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં સ્થાનિક પ્રશાસનને પણ સહકાર માટે અપીલ
  • પ્રવાસન મંત્રીએ વડોદરા દાંડિયાબજાર સ્થિત તાંબેકરની હવેલીની મુલાકાત લીધી હતી

કોરોનાની મહામારીમાં વિશ્વ ભારતીય સંસ્કૃતિ અને જૂની આયુર્વેદિક પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. ત્યારે હવે આગામી વર્ષોમાં ભારતમાં પ્રવાસનને વેગ મળશે તેવી આશા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલે વ્યક્ત કરી હતી. પાવાગઢ અને વડોદરા ખાતે પુરાતત્વ વિભાગ હસ્તકના પ્રાચીન ઇમારતોની મુલાકાત પ્રવાસન મંત્રીએ લીધી હતી. તેઓએ પુરાતત્વ વિભાગ તરફથી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન ખુલ્યા બાદ હવે ગત તારીખ છઠ્ઠીથી દેશભરની ઐતિહાસિક અને પ્રાચીન ઈમારતો પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને પ્રવાસીઓને ખાસ કોરોનાને ધ્યાનમાં રાખી તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.

ભારત તરફથી આયુર્વેદિકની દવા વિશ્વના અનેક દેશોને મોકલવામાં આવી
પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે પાવાગઢ અને વડોદરા ખાતે આવેલી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થઈ રહી છે. તેમાં સ્થાનિક પ્રશાસનને પણ સહકાર માટે અપીલ કરવામાં આવી છે.કોરોના મહામારી બાદ વિશ્વમાં જ્યારે તેની દવા શોધાઇ નથી ત્યારે ભારત તરફથી આયુર્વેદિકની દવા વિશ્વના અનેક દેશોને મોકલવામાં આવી હતી તેમજ ભારતની સંસ્કૃતિ બે હાથ જોડીને નમસ્કાર કરવાની હતી તે પણ હવે વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો છે ત્યારે ભારત દેશનું નામ અને તેની સંસ્કૃતિ નામ વખાણ થઈ રહ્યા છે.

આગામી વર્ષોમાં હવે પ્રવાસન પ્રવૃત્તિને વધુ વેગ મળશે
પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે આપણે અગાઉ ચીનના વિકાસની વાતો કરતા હતા પરંતુ હવે ભારતના વિકાસની અને તેની સંસ્કૃતિની વાતો વિશ્વમાં થઈ રહી છે. જેથી આગામી વર્ષોમાં હવે પ્રવાસન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. પ્રવાસન મંત્રીએ વડોદરા દાંડિયાબજાર સ્થિત તાંબેકરની હવેલીની મુલાકાત લીધી હતી. તેઓની સાથે વડોદરાના સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટય પુરાતત્વ વિભાગના અધિકારી જોહરી તથા અન્ય અધિકારી જોડાયા હતા. રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે સયાજીરાવ ગાયકવાડના વારસાને જાળવી રાખવાનો પ્રયાસ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે વડોદરાની પ્રાચીન ઇમારત તાંબેકારની હવેલી ની જાળવણી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ સહકાર લેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો