તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 945 પોઝિટિવ અને 1007 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 7 દર્દીના મોત, કુલ કેસઃ57,207 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,845 સેમ્પલ પૈકી 945 પોઝિટિવ અને 9900 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 945 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 57,207 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 7 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 516 પર પહોંચ્યો છે. આજે વધુ 1007 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 46,641 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,050 એક્ટિવ કેસ પૈકી 519 દર્દી ઓક્સિજન ઉપર અને 339 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 20,671 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 57,207 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 8094, પશ્ચિમ ઝોનમાં 9326, ઉત્તર ઝોનમાં 9706, દક્ષિણ ઝોનમાં 9364 વડોદરા ગ્રામ્યમાં 20,671 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
માંજલપુર, શિયાબાગ, આરવી દેસાઇ રોડ, ગોરવા, તાંદલજા, કપુરાઇ, કારેલીબાગ, દંતેશ્વર, વાઘોડિયા રોડ, ઇલોરાપાર્ક, ફતેગંજ, નિઝામપુરા, અટલાદરા, સમા, કિશનવાડી, હરણી, આજવા રોડ, બાપોદ, પ્રતાપનગર, માણેજા, વડસર, અલકાપુરી, સુભાનપુરા, નવીધરતી, નવાયાર્ડ, વાડી, પાણીગેટ, છાણી

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, સાંગમા, જાસપુર, ભાયલી, માંડવા, કોયલી, સિંધરોટ, નંદેસરી, ભેખડા, કરોડિયા, ઉંડેરા, દશરથ, સોખડા, બાજવા, શિનોર, દુમાડ, લીમડા, અનગઢ, મોટીકોરલ, ઇટોલા, અણખી, પોર, વાઘોડિયા, ભાણપુર, મોભા, રારોદ, ઓઝ, લુણા, ડબકા, બીલ, કારવણ, ચાણસદ, ભાટપુરા, છત્રાલ

અન્ય સમાચારો પણ છે...