તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:પૂર્વ કોર્પોરેટરનું સારવાર દરમિયાન મોત, આજે વધુ રેકોર્ડબ્રેક 872 કેસ, વધુ 9 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 384, કુલ કેસઃ 44,937 થયા

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ - Divya Bhaskar
ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,142 સેમ્પલ પૈકી 872 પોઝિટિવ અને 9270 નેગેટિવ આવ્યા

વડોદરામાં આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેશ ભટ્ટનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 872 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 44,937 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 384 પર પહોંચ્યો છે. આજે વધુ 625 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 36,409 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8144 એક્ટિવ કેસ પૈકી 542 દર્દી ઓક્સિજન ઉપર અને 352 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7250 દર્દીની હાલત સ્થિર છે.

નર્મદા વિકાસ રાજ્યમંત્રી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના શુભારંભમાં જોડાયા
ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતના ગામડાઓને કોરોના મુક્ત રાખવાના સંકલ્પના ભાગરૂપે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો રાજ્યવ્યાપી ડિજીટલ પ્રારંભ કરાવ્યો હતો. જેના હેઠળ ગામડાઓને કોરોનાથી બચવાની તકેદારીઓના પાલનની વ્યાપક લોક જાગૃતિ કેળવીને કોરોના મુક્ત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા વિકાસ રાજ્ય મંત્રીની સાથે વડોદરા જિલ્લા પંચાયત અધ્યક્ષ, પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયાં હતાં.

ભારતીય સેનાની વડોદરા સ્થિત ઇ.એમ.ઇ.સ્કૂલ મદદે આવી
ભારતીય સેનાની વડોદરા સ્થિત ઇ.એમ.ઇ.સ્કૂલ સેનાના અદ્યતન આયુધો, વાહનો અને સરંજામને ચુસ્ત દુરસ્ત રાખવાની સાથે તેના પ્રશિક્ષણનું કામ કરે છે. આ સંસ્થાએ કોવિડ સામેની લડાઈમાં તંત્રને મદદરૂપ થવાની તત્પરતા બતાવી છે. આ અંગે સંસ્થાના કમાન્ડન્ટે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની મુલાકાત લીધી હતી. તેમણે તેમની સંસ્થાના નિષ્ણાતો ની ટીમની ઓક્સિજનના સંસાધનો, ભારે ઇજનેરી કામો, તબીબી ઉપકરણોની મરામત અને જાળવણીના કામોમાં મદદ નો સધિયારો આપ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 14,687 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 44,937 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6568, પશ્ચિમ ઝોનમાં 7728, ઉત્તર ઝોનમાં 8161, દક્ષિણ ઝોનમાં 7757 વડોદરા ગ્રામ્યમાં 14,687 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ- દંતેશ્વર, રાવપુરા, પ્રતાપનગર, અલકાપુરી, માંજલપુર, ગોરવા, અટલાદરા, આજવા રોડ, નિઝામપુરા, યમુનામિલ, તરસાલી, શિયાબાગ, રાજમહેલ રોડ, વડસર, અકોટા, સમા, છાણી, કિશનવાડી, જેતલપુર, ઓપી રોડ, કારેલીબાગ, વાડી, માણેજા, નાગરવાડા, સુભાનપુરા, નવાપુરા, હરણી
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, બીલ, ભાયલી, આમોદર, નંદેસરી, ગોરજ, વડદલા, થાપડ, પોર, સાધી, વાઘોડિયા, સયાજીપુરા, મારેઠા, લીમડા, કોયલી, દોડકા, રણોલી, છત્રાલ, સેવાસી, અનગઢ, કરોડિયા, ફાજલપુર, આસોજ, વેમાલી, દુમાડ, રતનપુર, કણઘા, ખટંબા, શેરખી, ઇટોલા, દશરથ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો