તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ, વધુ 175 દર્દી ડિસ્ચાર્જ, વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 249, કુલ કેસ 27,998 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નંદેસરી ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા - Divya Bhaskar
નંદેસરી ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 5512 સેમ્પલ પૈકી 353 પોઝિટિવ અને 5159 નેગેટિવ આવ્યા
  • નંદેસરીમાં SBIની શાખાના બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારી સંક્રમિત થતાં બેંક બંધ કરાઈ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે કોરોનાના રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ પોઝિટિવ કેસનો કુલ આંક 27,998 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોનાથી વધુ એક મૃત્યુ સાથે મૃત્યુઆંક 249 પર પહોંચ્યો છે. આજે વધુ 175 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26,177 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1572 એક્ટિવ કેસ પૈકી 169 દર્દી ઓક્સિજન ઉપર અને 103 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1300 દર્દીની હાલત સ્થિર છે.

નંદેસરી SBIની શાખામાં બ્રાંચ મેનેજર સહિત 12 કર્મચારી સંક્રમિત
વડોદરા નજીક આવેલી નંદેસરી ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંકને બંધ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના આતંક મચાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ જુદા-જુદા વિસ્તારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તેવામાં મંગળવારે વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી SBIની શાખામાં બ્રાંચ મેનેજર સહિત 12 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.

નંદેસરીના કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન અટવાઇ જશે
હાલ સમગ્ર સ્ટાફ કોરોના સંક્રમિત થતા બેંકને બંધ કરવામાં આવી છે. સાથે સાથે જ બેંકને સેનેટાઇઝ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નંદેશરી એક ઔદ્યોગિક એકમ હોવાથી SBIના કર્મચારીઓ કોરોનામાં સપડાતા ઔદ્યોગિક એકમો નંદેસરીના કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન અટવાઇ જશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8136 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 27,998 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4250, પશ્ચિમ ઝોનમાં 4798, ઉત્તર ઝોનમાં 5571, દક્ષિણ ઝોનમાં 5207, વડોદરા ગ્રામ્યમાં 8136 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
પાણીગેટ, રામદેવનગર, હરણી, સવાદ, આજવા રોડ, સુદામાપુરી, વાઘોડિયા રોડ, વારસીયા, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, લાલબાગ, એકતાનગર, ગાજરાવાડી, માંજલપુર, યમુનામીલ, માણેજા, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોકુલનગર, દિવાળીપુરા
ગ્રામ્ય: ડભોઇ(અર્બન), પાદરા(અર્બન), કરજણ(અર્બન), ભાયલી, અંકોડિયા, ઉંડેરા, કોયલી, સોખડા, બાજવા, વરણામા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો