તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:કોરોના કાળમાં પહેલીવાર 300ને પાર થઈને આજે રેકોર્ડ બ્રેક 304 પોઝિટિવ, કુલ કેસ 27,321, વધુ 120 દર્દી ડિસ્ચાર્જ , કુલ 25,851 દર્દી રિકવર થયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 5124 સેમ્પલ પૈકી 304 પોઝિટિવ અને 4820 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે રેકોર્ડ બ્રેક 304 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ પોઝિટિવ કેસનો કુલ આંક 27,321 પર પહોંચી ગયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 247 પર પહોંચ્યો છે.

આજે 120 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
આજે વધુ 120 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 25,851 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1223 એક્ટિવ કેસ પૈકી 156 દર્દી ઓક્સિજન ઉપર અને 95 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 972 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8080 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 27,321 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4108, પશ્ચિમ ઝોનમાં 4635, ઉત્તર ઝોનમાં 5407, દક્ષિણ ઝોનમાં 5055, વડોદરા ગ્રામ્યમાં 8080 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, કપુરાઇ, કિશનવાડી, સવાદ, રામદેવનગર, સુદામાપુરી, આરટીઓ રોડ, વારસીયા, કારેલીબાગ, સમા, શિયાબાગ, પોલો ગ્રાઉન્ડ, એકતાનગર, છાણી, માંજલપુર, ગોત્રી, દિવાળીપુરા, ગોરવા, સુભાનપુરા.
ગ્રામ્ય: દુમાડ, કોયલી, સમિયાલા, આસોજ, કરજણ(અર્બન), અનગઢ, કોટાલી, ડભોઇ(અર્બન), પાદરા(અર્બન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો