તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:સયાજી હોસ્પિટલના 39 તબીબો-નર્સિગ સ્ટાફ સહિત આજે વધુ 174 પોઝિટિવ, વધુ 115 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ26778, કુલ 25,623 દર્દી રિકવર થયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 4527 સેમ્પલ પૈકી 174 પોઝિટિવ અને 4353 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 174 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેસનો કુલ આંક 26,778 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 115 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 25,623 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 909 એક્ટિવ કેસ પૈકી 124 દર્દી ઓક્સિજન ઉપર અને 68 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 717 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8030 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 26,778 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4009, પશ્ચિમ ઝોનમાં 4503, ઉત્તર ઝોનમાં 5280, દક્ષિણ ઝોનમાં 4920, વડોદરા ગ્રામ્યમાં 8030 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, વાઘોડિયા રોડ, સુદામાપુરી, આજવા રોડ, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, નિઝામપુરા, નવાયાર્ડ, શિયાબાગ, એકતાનગર, છાણી, કપુરાઇ, સોમા તળાવ, દરબાર ચોકડી, માંજલપુર, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાળીપુરા
ગ્રામ્ય: કેલનપુર, ભાયલી, સમિયાલા, વેમાલી, દુમાડ, પાદરા(અર્બન), ડભોઇ(અર્બન), કરજણ(અર્બન)

એમજીવીએલના 40 કર્મચારી સંક્રમિત થયા
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે શુક્રવારે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ 10થી 12 ડોક્ટરો તેમજ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવનાર 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત વડોદરામાં એમજીવીસીએલના 3 એન્જિનિયર, ક્લાસ 3 અને 4 કર્મચારી અને ફિલ્ડ સ્ટાફ સહિત 40થી વધુ કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેને પગલે એમજીવીસીએલની કામગીરી પર અસર પડી છે.

રોજ 2થી 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થાય છે
વડોદરામાં કોરોનાનો વ્યાપ રોકેટ ગતિએ વધવા માંડ્યો છે. દિન-પ્રતિદિન મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં શુક્રવારે સયાજી હોસ્પિટલમાં 10થી બાર જેટલા ડોક્ટર તેમજ કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલ કોવિડ વોર્ડના ડો.બેલીમે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી રોજ 2થી 3 મળીને આજ દિવસ સુધીમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર અને ફરજ બજાવી ચૂકેલા 25થી 27 જેટલા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થયા છે. તેમની સાથે 10થી 12 ડોક્ટરો પણ કોરોનાં સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઇસોલેટેડ છે. જેઓની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સ્ટાફમાં પણ ભયનો માહોલ છવાયો
નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી એસેસજી હોસ્પિટલના કોવિડ વોર્ડના ફ્રન્ટલાઈન કોરોનાં વોરિયર્સ અને ડોક્ટરો કોરોનામાં સપડાઇ રહ્યા છે.આજ દિવસ સુધીમાં 10થી 12 ડોકટરો અને 27 જેટલા નર્સિંગ કર્મચારીઓ કોરોનાં સંક્રમિત થયા છે. જેને પગલે અન્ય સ્ટાફમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.

કોવિડની સારવાર કરતા સરકારી દવાખાનાઓમાં 700 જેટલાં બેડ્સ ખાલી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગોત્રી અને સયાજી ઓસ્પિટલોની મુલાકાત લઈને પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે આ બંને દવાખાનાઓમાં 575+ 575 એટલે કે 1150 બેડની સુવિધા છે. હાલ ગોત્રી હોસ્પિટલમાં 329 અને સયાજી હોસ્પિટલમાં 253 દર્દીઓ સારવાર હેઠળ છે. કોવિડની સારવાર આપતાં સરકારી દવાખાનાઓમાં 700 જેટલા બેડ ઉપલબ્ધ( ખાલી) છે, ત્યારે આ દવાખાનાઓમાં બેડ ખાલી ન હોવાની વાત માનશો કે ફેલાવશો નહીં એવો તેમણે અનુરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો