તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 4 પોઝિટિવ અને 7 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,784 થયા, કુલ 71,125 દર્દી રિકવર થયા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1208 સેમ્પલ પૈકી 4 પોઝિટિવ અને 1204 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 71,784 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,125 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 36 એક્ટિવ કેસ પૈકી 5 દર્દી ઓક્સિજન ઉપર અને 2 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,725 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,784 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9656, પશ્ચિમ ઝોનમાં 11,882 ઉત્તર ઝોનમાં 11,740, દક્ષિણ ઝોનમાં 11,745, વડોદરા ગ્રામ્યમાં 26,725 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
વાસણા રોડ, કારેલીબાગ, માંજલપુર

ગ્રામ્યઃ સેવાસી.

અન્ય સમાચારો પણ છે...