તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 58 પોઝિટિવ અને 107 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 68,922 દર્દી રિકવર, કુલ કેસઃ71,367 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3126 સેમ્પલ પૈકી 58 પોઝિટિવ અને 3068 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 58 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,367 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક પણ દર્દીનું મોત થયું નથી. આમ વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 622 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 107 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 68,922 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1823 એક્ટિવ કેસ પૈકી 72 દર્દી ઓક્સિજન ઉપર અને 49 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,551 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,367 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9631, પશ્ચિમ ઝોનમાં 11,790, ઉત્તર ઝોનમાં 11,691, દક્ષિણ ઝોનમાં 11,668 વડોદરા ગ્રામ્યમાં 26,551 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
ઓલ્ડ પાદરા રોડ, જેતલપુર, છાણી, ઇલોરાપાર્ક, ગોરવા, આજવા રોડ, કિશનવાડી, વાઘોડિયા રોડ, કપુરાઇ, હરણી, સમા, પાણીગેટ, નિઝામપુરા, પ્રતાપનગર, તરસાલી, વડસર, ફતેપુરા.

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, સમિયાલા, કરખડી, લીમડા, વલણ, વાઘોડિયા, શેરખી, દિવેર, સાધલી, ગોપારી.

અન્ય સમાચારો પણ છે...