કોરોના વડોદરા LIVE:આજે વધુ 624 પોઝિટિવ અને 857 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 4 દર્દીના મોત, કુલ કેસઃ66,268 થયા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવેયાલા 9176 સેમ્પલ પૈકી 624 પોઝિટિવ અને 8552 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 624 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 66,268 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 4 દર્દીના મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 584 પર પહોંચ્યો છે. આજે વધુ 857 દર્દીએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં કુલ 56,707 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8977 એક્ટિવ કેસ પૈકી 371 દર્દી ઓક્સિજન ઉપર અને 238 દર્દી વેન્ટિલેટર પર છે.

આજે 92 હોસ્પિટલોને 400 ડોઝ રેમડેસિવિરની ફાળવણી
નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે 92 હોસ્પિટલોને 400 ડોઝ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 64,441 ડોઝ ફાળવી દેવાયા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 24,668 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 66,268 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9128, પશ્ચિમ ઝોનમાં 10,705, ઉત્તર ઝોનમાં 11,002, દક્ષિણ ઝોનમાં 10,729 વડોદરા ગ્રામ્યમાં 24,668 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ઇલોરાપાર્ક, તાંદલજા, વાસણા રોડ, જેતલપુર, માંજલપુર, સમા, કારેલીબાગ, પાણીગેટ, કિશનવાડી, ફતેગંજ, નિઝામપુરા, સુભાનપુરા, ગોત્રી, નાગરવાડા, અકોટા, વારસીયા, એકતાનગર, ફતેપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોકુલનગર, મકરપુરા, ન્યુ વીઆઇપી રોડ, માણેજા, સોમા તળાવ, વડસર, ગોરવા, હરણી, અલકાપુરી

ગ્રામ્યઃ પાદરા, કરજણ, સાવલી, ડભોઇ, કંડારી, નરસિંહપુરા, પોઇચા, સાંગમા, રાજુપુરા, સમલાયા, સીતાપુરા, લતીપુરા, વેમારડી, જરોદ, ટીંબરવા, બકરાલ, સિહોર, સાધલી, સાધી, રણુ, વેજપુર, કોયલી, આસોજ, વરણામા, પોર, ગોરિયાદ.

અન્ય સમાચારો પણ છે...