તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે 942 પોઝિટિવ અને વધુ 988 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 8 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 509, કુલ કેસઃ56,262

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,798 સેમ્પલ પૈકી 942 પોઝિટિવ અને 9856 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 942 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 56,262 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 8 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 509 પર પહોંચ્યો છે. આજે વધુ 988 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 45,634 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,119 એક્ટિવ કેસ પૈકી 531 દર્દી ઓક્સિજન ઉપર અને 345 દર્દી વેન્ટિલેટર પર છે.

સયાજી અને સમરસની સમીક્ષા: ઓપીડીમાં દર્દીઓ ઘટી રહ્યાં છે
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં 592 અને સમરસમાં 435 દાખલ દર્દીઓ સારવાર હેઠળ છે. ઓપીડી ખાતે નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. મ્યુકોરમાઇસિસ ગંભીર ચિંતાનો વિષય છે અને આ ગંભીર અને જીવલેણ રોગનો સામનો કરવાની સુસજ્જતા કેળવવામાં આવી રહી છે.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલની પરિસ્થિતિની સમીક્ષા કરી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલની પરિસ્થિતિની સમીક્ષા કરી

ગોત્રી ખાતે ઓપીડી માં નવા દર્દીઓ ઓછા થયા
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલ ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ગોત્રી હોસ્પિટલમાં 490 અને અટલાદરા ખાતે 252 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓપીડીમાં નવા દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે અને આમ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળથી દર્દીઓ પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ ના પડે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

વડોદરામાં ખાનગી એકમે 4 હજાર વિટીએમ કિટનું આરોગ્ય તંત્રને દાનમાં આપી
વડોદરામાં 8 વર્ષથી કાર્યરત હોરીઝોન્ટલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે થયેલી ચર્ચા પ્રમાણે અને તેમના અનુરોધથી કોવિડ પરીક્ષણમાં અનિવાર્ય મહત્વની વી.ટી.એમ. કિટ આરોગ્ય તંત્ર દ્વારા ઉપયોગ માટે આપવામાં આવી છે. આજે 4000 નંગ વાયરલ ટ્રાન્સપોર્ટ કીટ જિલ્લા કલેક્ટરને આપી હતી. આ કિટની ઉપયોગીતા પર પ્રકાશ પાડતા અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, તેમાં RT-PCR ટેસ્ટ કરવા માટે જરૂરી સ્વેબનો નમૂનો લેવા માટે સળી અને તેને મૂકવા માટેની ટેસ્ટ ટ્યુબનો સમાવેશ થાય છે. નમૂનો લઈને તેનું પેકિંગ કરી લેબોરેટરીમાં સુરક્ષિત મોકલવામાં આ કીટ ઉપયોગી છે.

વી.ટી.એમ. કિટ આરોગ્ય તંત્ર દ્વારા ઉપયોગ માટે આપવામાં આવી છે
વી.ટી.એમ. કિટ આરોગ્ય તંત્ર દ્વારા ઉપયોગ માટે આપવામાં આવી છે

વડોદરા રૂરલમાં સૌથી વધુ 20,216 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 56,262 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7971, પશ્ચિમ ઝોનમાં 9206, ઉત્તર ઝોનમાં 9595, દક્ષિણ ઝોનમાં 9238 વડોદરા ગ્રામ્યમાં 20,216 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં ખાનગી એકમે 4 હજાર વિટીએમ કિટનું આરોગ્ય તંત્રને દાનમાં આપી
વડોદરામાં ખાનગી એકમે 4 હજાર વિટીએમ કિટનું આરોગ્ય તંત્રને દાનમાં આપી

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ઇલોરાપાર્ક, મકરપુરા, પાણીગેટ, દિવાળીપુરા, છાણી, હરણી, અલકાપુરી, વારસીયા, માણેજા, નાગરવાડા, તાંદલજા, ગોકુલનગર, રામદેવનગર, માંજલપુર, કપુરાઇ, દંતેશ્વર, વાઘોડિયા રોડ, આજવા રોડ, સોમા તળાવ, સમા, કારેલીબાગ, કિશનવાડી, નિઝામપુરા, તરસાલી, અટલાદરા, રામદેવનગર, વાડી, પ્રતાપનગર, સુભાનપુરા

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, મંજુસર, ભાટપુરા, અજબપુરા, કોયલી, કરખડી, આનંદી, મેવલી, અંકોડિયા, ઉંડેરા, ટીંબી, મલ્હારપુરા, માડોધર, પીપળીયા, ગોરજ, સાંગાડોલ, શિનોર, રણોલી, માલસર, વલણ, સાંસરોદ, ચોકારી, ચિત્રાલ, ઘેલાપુરી, સોપીયા, વેજપુર, ટીંબા, સમલાયા, પીલોલ, કરચીયા, લુણા, લસુન્દ્રા, ટુંડાવ, પાલડી, ઝવેરપુરા, રાયકા, વેમાલી ઇટોલા

અન્ય સમાચારો પણ છે...