તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા, આજે વધુ 954 પોઝિટિવ, વધુ 10 મોત સાથે મૃત્યુઆંક સત્તાવાર મૃત્યુઆંક 480, કુલ કેસઃ53,400 થયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી અને સમરસ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી - Divya Bhaskar
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી અને સમરસ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,049 સેમ્પલ પૈકી 954 પોઝિટિવ અને 9095 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 954 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 53,400 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 12 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 470 પર પહોંચ્યો છે. આજે વધુ 759 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 42,769 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,151 એક્ટિવ કેસ પૈકી 567 દર્દી ઓક્સિજન ઉપર અને 355 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 18,823 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 53,400 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7629, પશ્ચિમ ઝોનમાં 8826, ઉત્તર ઝોનમાં 9225, દક્ષિણ ઝોનમાં 8861 વડોદરા ગ્રામ્યમાં 18,823 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
અટલાદરા, અકોટા, જેતલપુર, કલાલી, વડસર, સમા, ગોત્રી, છાણી, સુભાનપુરા, ઇલોરાપાર્ક, અલકાપુરી, મકરપુર, માંજલપુર, પ્રતાપનગર, દંતેશ્વર, સોમા તળાવ, યમુનામિલ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કપુરાઇ, કારેલીબાગ, હરણી, વારસીયા, શિયાબાગ, રાજમહેલ રોડ, રાવપુરા, તાંદલજા, નવી ધરતી, નાગરવાડા, ગોરવા, માણેજા, વડસર, નિઝામપુરા, પાણીગેટ

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, બીલ, ભાયલી, ખાનપુર, ગોરજ, મારેઠા, કરોડિયા, મજાઠણ, વેમાલી, અણખી, પોર, ઉંડેરા, કાયાવરોહણ, રણું, આનંદપુરા, વાઘોડિયા, શિનોર, આસોજ, પોઇચા, વેમાર, સમલાયા, રણોલી, સાંકરદા, અણસ્તુ, કરચીયા, દુમાડ, બાજવા, લીમડા, માડોધર, આસોદ, વલણ, શેરખી, ચોરંદા, વડુ, મોભા, એકલબારા, જાસપુરા, ડબકા, મેથી, લાલજીપુરા, હોલાર, અનગઢ

અન્ય સમાચારો પણ છે...