તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ રેકોર્ડબ્રેક 884 કેસ, વધુ 621 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 8 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 392, કુલ કેસઃ 45,821 થયા

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,221 સેમ્પલ પૈકી 884 પોઝિટિવ અને 9337 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 884 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 45,821 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 8 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 392 પર પહોંચ્યો છે. આજે વધુ 621 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 37,030 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8399 એક્ટિવ કેસ પૈકી 557 દર્દી ઓક્સિજન ઉપર અને 356 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7486 દર્દીની હાલત સ્થિર છે.

કોરોના મુક્ત થયેલા અશ્વિનભાઈએ સયાજીની સારવાર અને સેવાને વખાણી
અશ્વિનભાઈ સયાજી હોસ્પિટલ ખાતે લગભગ 20 દિવસની સઘન સારવારથી કોરોના મુક્ત થઈને ઘરે પરત આવ્યા હતા. હવે મારી તબિયત ઘણી સારી છે અને હું સુખરૂપ ઘરે પાછો ફર્યો છું એવા શબ્દો માં સાજગીનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અહીં તબીબો,નર્સો, સેવકો બધાં જ ખૂબ સારી સેવા આપે છે. સારી સારવારથી મને ઝડપી રિકવરી આવી છે. ભોજન,પાણી, નાસ્તો,દૂધ બધું સમયસર આપવામાં આવે છે. તેમણે સયાજી હોસ્પિટલની સારવાર અને સેવાઓને વખાણી ને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 15,124 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 45,821 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6678, પશ્ચિમ ઝોનમાં 7834, ઉત્તર ઝોનમાં 8273, દક્ષિણ ઝોનમાં 7876 વડોદરા ગ્રામ્યમાં 15,124 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ- એકતાનગર, વારસીયા, ફતેપુરા, આજવા રોડ, માંજલપુર, વાઘોડિયા રોડ, વાસણા રોડ, સમા, ગોત્રી, ગોકુલનગર, શિયાબાગ, પાણીગેટ, કિશનવાડી, તાંદલડા, મકરપુરા, માણેજા, હરણી, ન્યુ વીઆઇપી રોડ, સુભાનપુરા, ગોરવા, નાગરવાડા, સોમા તળાવ, વડસર, અટલાદરા, તરસાલી
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, વાઘોડિયા, મારેઠા, સિંઘરોટ, અનગઢ, શેરખી, સરારા, વરાણામા, ઇટોલા, વેજપુર, ચાંદોદ, પીપળીયા, આમોદ, લીમડી, મહેશપુરા, ટુડાવ, મંજુસર, ગોરજ, થુવાવી, કુંઢેલા, મોભા

213 હોસ્પિટલોની 22,235 રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સામે 1100 જ મળ્યાં
​​​​​​​શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત ઊભી થઇ છે. રેમડેસિવિરની તંગી વચ્ચે રવિવરે તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો સરકારી અને ખાનગી હોસ્પિટલને આપવામાં આવ્યો હતો. રવિવારે 213 હોસ્પિટલોએ 22,235 રેમડેસિવિર ઈન્જેક્શનની માગ કરી હતી. તેની સામે શહેરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતેથી માત્ર 1100 ઈન્જેક્શનના ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. અત્યાર સુધી તંત્ર દ્વારા કુલ 40,866 ઈન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો