તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં સતત 8 દિવસથી કોરોનાના 300થી વધુ કેસો આવી રહ્યાં છે. રવિવારે ફરી એકવાર કોરોનાના નવા 391 કેસ આવ્યા હતા. શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન 41ના મોત નિપજ્યાં હતા. સરકારી ચોપડે કોરોનાથી એક મોત ઉમેરાતા કુલ સત્તાવાર મોતની સંખ્યા 254 થઇ ગઇ હતી.
જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 6 હજારથી વધીને 6170 થઇ ગઇ હતી. છેલ્લા 24 કલાકમાં વડોદરાની હોસ્પિટલોમાં 205 દર્દીઓ ઉમેરાયા હતા. જેમાં આઇસીયુ બેડ પર 25, ઓક્સિજનબેડ પર 71 અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક 109 દર્દીઓનો સમાવેશ થાય છે. રવિવારે 199 દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 27,181 પર પહોંચી હતી. જ્યારે હજી સુધી 29,932 લોકોને વડોદરામાં કોરોના થઇ ચૂક્યો છે. હાલમાં ક્વોરન્ટાઇન લોકો 7,236 છે. ગોત્રીમાં 470 અને એસએસજીમાં 512 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
કેસો વધતાં શહેરમાં ઓક્સિજનનો વપરાશ 55 ટન પર પહોંચ્યો
કોરોનાના કેસ વધતાં ઓક્સિજનનો વપરાશ પણ વધી રહ્યો છે. 10 દિવસ અગાઉ માંડ 36 ટન વપરાતો ઓક્સિજન કેસો વધતા જ 55 ટન પર પહોંચી ગયો છે. અટલે કે 10 જ દિવસમાં ઓક્સિજનના વપરાશમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ રવિવારે 100 વેન્ટિલેટરો વિવિધ હોસ્પિટલોમાં ઉમેરાયા હતા. આ પૈકીના 50 સરકારી હોસ્પિટલોમાં અને 50 ખાનગી હોસ્પિટલોને અપાયા હતા. ધીરજ હોસ્પિટલના 20 ફ્રી બેડ પર, પાયોનિયર હોસ્પિટલના 15 ફ્રી બેડ પર વેન્ટિલેટર અપાયા હતા. આ સાથે હાલમાં શહેરમાં વેન્ટિલેટરોની સંખ્યા 750 પર પહોંચી ગઇ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8379 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 29,932 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4613, પશ્ચિમ ઝોનમાં 5248, ઉત્તર ઝોનમાં 6018, દક્ષિણ ઝોનમાં 5638, વડોદરા ગ્રામ્યમાં 8379 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, જ્યુબીલીબાગ, કિશનવાડી, રામદેવનગર, હરણી રોડ, વારસિયા, કારેલીબાગ, વીઆઇપી રોડ, નવાપુરા, સમા, કોઠી, શિયાબાગ, સવાદ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામિલ, માણેજા, વાઘોડિયા, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા
ગ્રામ્ય: કંઝટ, કુરણ, હંળોડ, પાદરા, ડભોઇ, સાવલી(અર્બન), નંદેસરી, પદમલા, ઇટોલા, કોયલી, પોર
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.