તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 376 પોઝિટિવ, 210 દર્દી ડિસ્ચાર્જ, વધુ એક મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 252, કુલ કેસ 29,156 થયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, દત્ત મંદિર અને તારકેશ્વર મંદિર બંધ કરવાનો નિર્ણય - Divya Bhaskar
બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, દત્ત મંદિર અને તારકેશ્વર મંદિર બંધ કરવાનો નિર્ણય

વડોદરા શહેરમાં કોરોના કહેરને પગલે વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, દત્ત મંદિર અને તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોને તાળા મારીને મંદિરો બંધ રાખવાની સૂચના લખવામાં આવી છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 29,156 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 29,156 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં વધુ એક મૃત્યુ સાથે સત્તાવાર મૃત્યુઆંક 252 પર પહોંચ્યો છે. આજે વધુ 210 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26,774 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2130 એક્ટિવ કેસ પૈકી 171 દર્દી ઓક્સિજન ઉપર અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1860 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8262 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 29,156 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4460, પશ્ચિમ ઝોનમાં 5075, ઉત્તર ઝોનમાં 5847, દક્ષિણ ઝોનમાં 5476, વડોદરા ગ્રામ્યમાં 8262 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ બપોદ, કિશનવાડી, સુદામાપુરી, આજવા રોડ, વારસિયા, ફતેગંજ, કારેલીબાગ, નવાપુરા, પાણીગેટ, નવાયાર્ડ, નિઝામપુરા, સમા, સિયાબાગ, દાંડિયા બજાર, એકતાનગર, અભીલાષા ચાર રસ્તા, છાણી, ગાજરાવડી, વાઘોડિયા રોડ, યમુનામિલ, કપુરાઈ, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, ગોકુલનગર, વડસરગ્રામ્ય: મંજુસર, તડીયાપુર, સંઘાસર, વરણામા, પોર, ભાદરવા, ઇટોલા, પાંડુ, રાજનગર, લીમડી, પાદરા, વડુ, ડબકા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો