તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આવકવેરા વિભાગના વધુ 15 કર્મચારીઓ સહિત આજે વધુ 391 પોઝિટિવ, વધુ 1 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યઆંક 251 થયો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 1777 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન અને 106 દર્દી વેન્ટિલેટર ઉપર છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 391 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 28,780 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ એક દર્દીનું મોત થતાં સત્તાવાર મૃત્યુઆંક 251 પર પહોંચ્યો છે. આજે વધુ 202 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26,564 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1965 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન ઉપર અને 104 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1687 દર્દીની હાલત સ્થિર છે. બીજી તરફ સાવલીમાં કોરોનાના આજે 46 કેસ નોંધાયા છે. જ્યારે ડેસરમાં 13 કેસ નોંધાયા છે.

આવકવેરા વિભાગના વધુ 15 કર્મચારીઓ સંક્રમિત થયા
વડોદરા આવકવેરા વિભાગમાં વધુ 15 કર્મચારી સંક્રમિત થયા છે. જેને પગલે આવતીકાલથી ત્રણ દિવસ માટે આવકવેરા ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. શુક્રવાર, શનિવાર અને રવિવારે ત્રણ દિવસ બંધ રહેશે. અત્યાર સુધી 40 કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમિત થયા છે.

આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં ICU બેડની સંખ્યા વધારીને 250 કરાશે
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં ICU બેડની ક્ષમતા વધારવાનો સંકેત આપ્યો છે. તેમણે આજે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે અહીં 575 ઉપલબ્ધ બેડ સામે 430 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હાલમાં 145 બેડ ખાલી છે. આઇસીયુના 200 બેડ પૈકી 124 પર દર્દીઓ છે અને 76 ખાલી છે. આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં આઇસીયુ બેડની સંખ્યા 200થી વધારીને 250 કરવાનો તેમણે સંકેત આપ્યો હતો.

9 તબીબોને ખાસ ફરજ પરના અધિકારીએ જવાબદારી સોંપી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલમાં કોવીડની સારવાર અને વધુ સારા સંકલન માટે 9 ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોર વાર જવાબદારીઓ સોંપીને દિવસમાં બે વાર સીધેસીધા તેમને રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષકને પણ રિપોર્ટ કરશે. આજે સવારે તેમણે ગોત્રી હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટીમ મેમ્બર્સ સાથે બેઠક યોજી હતી અને હાલમાં અહી 500 જેટલા દર્દીઓ દાખલ હોવાથી અસરકારક પ્રબંધન અને જવાબદેહી માટે ઉપરોક્ત તબીબો અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી.

9 તબીબોને ખાસ ફરજ પરના અધિકારીએ જવાબદારી સોંપી છે
9 તબીબોને ખાસ ફરજ પરના અધિકારીએ જવાબદારી સોંપી છે

કોને કઇ જવાબદારી સોંપાઇ
ડો.મયુર અડાલજાને ઓપીડી ઇન્ચાર્જ, દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સંકલન અને સંદેશા વ્યવહાર માટે ડો.આશિષ સચદેવ, વેન્ટિલેટર અને ઓક્સિજનના મેનેજમેન્ટ માટે ડો નીતા બોઝ, હોસ્પિટલમાં નોંધાતા મરણ અંગે સંકલન સહિતની તમામ બાબતો અંગે ડો.હિતેશ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલને ચાર સેક્શનમાં વહેંચીને તેનું નેતૃત્વ સેક્શન હેડને સોંપવામાં આવ્યું છે. તે પ્રમાણે ડો.મીનાક્ષી શાહ ડોમ સ્ટ્રકચરની, ડો.અનુપ ચંદાણી ચોથા માળની, ડો.ભાવેશ દલવાડી 5માં માળની અને ડો.ચિરાગ રાઠોડ છઠ્ઠા માળની અને ડો.શુભાંગી દેશપાંડે 7માં માળની જવાબદારી સંભાળશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8211 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 28,780 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4392, પશ્ચિમ ઝોનમાં 4983, ઉત્તર ઝોનમાં 5762, દક્ષિણ ઝોનમાં 5396, વડોદરા ગ્રામ્યમાં 8211 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષકને પણ રિપોર્ટ કરશે
આ તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષકને પણ રિપોર્ટ કરશે

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ પાણીગેટ, માંડવી, કિશનવાડી, રામદેવગર, સવાદ, સુદામાપુરી, વારસિયા, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, સમા, ચાણક્યપુરી, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, વાઘોડિયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાળીપુરા
ગ્રામ્ય: રણોલી, કરજણ, પાદરા, ડભોઇ(અર્બન), બાજવા, વરણામા, પોર, કોટણા, વેજપુર, મંજુસર, ભાડોલ, કનોડા, કણજટ, કોયલી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો