તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ સંક્રમિત થયા, આજે વધુ 42 પોઝિટિવ, કુલ કેસઃ 24,272, કુલ 23,457 દર્દી રિકવર થયા

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા  - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા 
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2024 સેમ્પલ પૈકી 42 પોઝિટિવ અને 1982 નેગેટિવ આવ્યા

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા કોરોના સંક્રમિત થયા છે. તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 42 પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ કેસનો કુલ આંક 24,272 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 53 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,457 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 574 એક્ટિવ કેસ પૈકી 65 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 483 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7501 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,272 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3604, પશ્ચિમ ઝોનમાં 3974, ઉત્તર ઝોનમાં 4743, દક્ષિણ ઝોનમાં 4414, વડોદરા ગ્રામ્યમાં 7501 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ રામદેવનગર, દિવાળીપુરા, કારેલીબાગ, મકરપુરા, જેતલપુર, ફતેપુરા, કપુરાઇ, વારસીયા, સમા, પાણીગેટ
ગ્રામ્યઃ સેગવા, જરોદ, સાવલી, પોર, પાદરા, ડભોઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો